અમદાવાદમાં પીરાણાના ડુંગરે વધુ એકનો ભોગ લીધો, કચરો વીણતા માટીના ઢગલા પર પડી અને બળી ગઈ

35 વર્ષની પાર્વતી પિરાણા અને ગણેશનગર આસપાસ ધાતુનો કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ એક રાત્રે કચરો વીણતા વીણતા ભૂલથી એક માટીના ઢગલા પર તેમણે પગ રાખ્યો અને અને ભડભડ કરતા બળવા લાગ્યા. ગણેશનગર પાસે ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત માટી કોઈએ ઠાલવી દીધી હતી. જેનાથી તેઓ અજાણ હોવાથી ગંભીર રીતે દાઝી ગયા હતા. શહેરની LG હોસ્પિટલમાં અંદાજે 1 મહિના સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ શુક્રવારે રાત્રે મૃત્યુ થયું હતું. પિરાણા નજીક ગેરકાયદેસર રીતે આવા ઝેરી કેમિકલયુક્ત કચરાના ડમ્પિંગના કારણે બળી જવાથી મોતની આ બીજી ઘટના છે.

આવી ઘટનાઓના પગલે પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક સંયુક્ત ટાસ્ક ફોર્સ પણ બનાવવમાં આવી છે જેથી આવા ગુનેગારોને ઓળખીને તેમની વિરુદ્ધ પગલા લઈ શકાય. જોકે આ મામલે ફક્ત મૃત્યુનું કારણ દર્શાવતા રિપોર્ટ સિવાય બાકીનું બધું જ ફક્ત કાગળ પર છે. હજુ સુધી આવા કોઈપણ ગુનેગારની ધરપકડ તો દૂર નામ સુદ્ધા સામે આવ્યા નથી. પાર્વતિના કિસ્સાની તપાસ કરનાર આ ટાસ્ક ફોર્સના સભ્ય અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઉચ્ચ અધિકારીએ સ્વિકાર્યું કે જે જગ્યાએ પગ મુકવા માત્રથી પાર્વતી દાઝી ગઈ હતી તે જગ્યાએ અંદાજે 40 ટન જેટલી ખૂબ જ ગરમ ફ્લાયએશ હતી અને તેની નીચે 100 મેટ્રિક ટન જેટલો સળગી રહેલો કચરો હતો.

આ વિસ્તારમાં આવી ગરમ અને રસાયણિક રેતીના અનેક ઢગ જોવા મળે છે. નારોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલે કહ્યું કે, ‘અમે અકસ્માતે મૃત્યુનો કેસ નોંધ્યો છે. જોકે હજુ ગુનેગારનો પકડી શકાયા નથી કેમ કે આ વિસ્તારમાં CCTV ફૂટેજ ન હોવાથી હવે અમે ફક્ત સ્થાનિક ખબરીઓના આધારે આગળ વધી રહ્યા છીએ.’

જ્યારે સરકાર પરિવાર પાર્વતીના મોતથી આઘાતમાં સરી પડ્યો છે. તેના 20 વર્ષના દિકારએ કહ્યું કે, “મે મારી મમ્મી ગુમાવી છે. હું છેલ્લા એક મહિનાથી કામ માટે ગયો નહોતો કેમ કે તેને આ ઝેરી રસાયણના કારણે ખૂબ જ પીડા થતી હતી જેથી હું સતત તેમની પાસે રહેતો હતો. જ્યારે મારા પિતા અને મારી બહેન માટે હજુ પણ આ આઘાતમાં બહાર નીકળી શક્યા નથી.’

સરકારે વધુ નિર્દોષ આ રીતે મોતને ભેટે તેના માટે રાહ જોવી જોઈએ નહીં અને ખૂબ જ કડક હાથે આવા તત્વો સામે પગલા લેવા જોઈએ. આ પ્રકારના ઘટના ફક્ત નાગરિકોની સુરક્ષા અંગે પ્રશ્ન નથી ઉભા કરતી પરંતુ સાથે સાથે સરકાર અને સક્ષમ સત્તાધિશોની આવા તત્વો તરફની ઉદાસીનતા પણ દર્શાવે છે. આવા ગુનામાં PASA કાયદો લાગુ પાડવો જોઈએ. તેમજ ફ્લાયએશના કચરાને નષ્ટ કરવા માટે એક પોલિસી તૈયાર કરવી જોઈએ. તેમજ ગેરકાયદે આવા ડમ્પિંગને બંધ કરવા માટે જોઈન્ટ ટીમ બનાવીને તાત્કાલિક પગલા ભરવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો