મહિને રૂ.3500 કમાતી મહિલા દિવસ-રાત ડ્યુટી કરતી પોલીસ માટે કોલ્ડ્રિંક્સ લાવી, લાગણી જોઈને ભાવુક થયેલા પોલીસકર્મીએ આ રીતે ઘરે મોકલ્યા

દેશભરમાં કોરોના વાયરસની મહામારીએ કહેર મચાવ્યો છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકોમાં ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ દિવસ-રાત ડ્યૂટી કરી રહી છે. એવામાં તેમની ફરજનિષ્ઠાને સલામ તો કરવી જ જોઈએ. આવી જ એક મહિલાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

તેલુગુ દેશમ પાર્ટીના જનરલ સેક્રેટરી લોકેશ નારાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક મહિલાનો વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં દિવસ-રાત ડ્યૂટી કરીને લોકડાઉનનું પાલન કરાવતી પોલીસ માટે એક મહિલા કોલ્ડ્રિંક્સ લઈને જાય છે. મહિલા પોતાની સાથે લાવેલી કપડાની થેલીમાંથી કોલ્ડ્રિંક્સની બે બોટલ કાઢીને ડ્યૂટી પરના પોલીસ કર્મચારીને આપી રહી છે.

જ્યારે એસ. સુધીર કુમાર નામના ટ્વિટર યુઝરે દાવો કર્યો છે કે, આ મહિલા મહિને 3500 રૂપિયા કમાય છે, તેમ છતા સમાજ પ્રત્યે પોતાની ફરજ નીભાવી રહેલી પોલીસ માટે સોફ્ટ ડ્રિન્ક્સની બે બોટલ લઈને આવી. પોલીસ પણ તેમની આ ઉદારતા જોઈને ખુશ થઈ હતી અને તેનો આભાર માનીને બોટલ પોતાના બાળકો માટે ઘરે લઈ જવા માટે કહ્યું હતું.

વિડીયોમાં કરાઈ રહેલા દાવા મુજબ, પોલીસે જ્યારે મહિલાને પૂછ્યું કે તે મહિને કેટલા રૂપિયા કમાય છે, તો મહિલાનો જવાબ સાંભળીને તેઓ પણ ભાવુક થઈ ગયા. આટલું જ નહીં વિડીયોમાં દેખાય છે તેમ પોલીસકર્મી સામેથી મહિલાને પોતાના સોફ્ટ ડ્રિન્કની બોટલ આપે છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવી રહેલી પોલીસ પર દેશમાં ઘણી જગ્યા હુમલા થયા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. પંજાબમાં એક પોલીસકર્મીને હાથ કાપી નખાયો હતો, જ્યારે ઉત્તર પ્રદેશમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી ચૂકી છે. એવામાં પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોની સેવા કરી રહેલા પોલીસ અને સામાન્ય લોકો વચ્ચેના વિશ્વાસને મજબૂત કરતા આ વિડીયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો