અચાનક બ્લાસ્ટ થતાં જમીન ફાટતા સાત વર્ષની દીકરીની નજર સામે જ માતા જમીનમાં સમાઈ ગઈ – લોકોમાં ડરનો માહોલ

ઝારખંડના ધનબાદ (Dhanbad)માં એક એવો મામલે સામે આવ્યો છે જેમાં એક જીવતી મહિલા અચાનક જમીનમાં દફન થઈ ગઈ હતી. મહિલા શુક્રવારે સવારે ખુલ્લામાં શૌચ માટે ગઈ હતી. મહિલા જઈ રહી હતી ત્યારે અચાનક જોરદાર અવાજ સંભળાયો અને તેણી જમીનમાં સમાઈ ગઈ હતી. જે બાદમાં જમીનમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો. મહિલાએ બચાવવા માટે તેની દીકરીને બૂમ પણ મારી હતી. જોકે, દીકરીએ પાછું વળીને જોયું તો તેની માતાને ફક્ત હાથ જ જમીન બહાર દેખાતો હતો.

મહિલાની ઓળખ 35 વર્ષીય કલ્યાણી દેવી તરીકે કરવામાં આી છે. આ કેસ ઝરિયા વિસ્તારના બસ્તાકોલાનો છે. મહિલા શૌચ માટે જઈ રહી હતી ત્યારે અચાનક જમીન ફાટી હતી અને મહિલા તેમાં જ સમાઈ ગઈ હતી. જે બાદમાં ધૂમાડો નીકળવા લાગ્યો હતો. આ ધૂમાડો ઝેરી ગેસને કારણે નીકળી રહ્યો હતો.

આ ઘટનાને અનેક લોકોએ નજરે નિહાળી હતી. જે બાદમાં આ વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો હતો. ઘટના બાદ એકઠા થયેલા લોકોએ મહિલાને બહાર કાઢવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને સફળતા મળી ન હતી. અચાનક ગેસ લીક થવાને કારણે જમીન ફાટી હતી અને મહિલા જમીનમાં ઉતારી ગઈ હતી. જે બાદમાં ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તો બંધ કરી દીધો હતો અને વિરોધ પ્રદર્શન કરવા માટે ટાયરો સળગાવ્યા હતા.

લોકોનું કહેવું છે કે મહિલા જ્યારે જમીનમાં સમાઈ ગઈ હતી ત્યારે થોડા સમય માટે તેણી જીવતી હતી અને મદદ માટે બૂમો પાડી રહી હતી. જોકે, સ્થાનિકો તેણીની કોઈ મદદ કરી શક્યા ન હતા. થોડા સમય પછી મહિલાનો અવાજ બંધ થઈ ગયો હતો. તંત્રને આ વાત માલુમ પડતા મશીનની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. જે જગ્યાએ જમીન ફાટી હતી ત્યાંથી ગેસ લીક થઈ રહ્યો હતો.

પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે આશરે અઢી કલાક સુધી મહિલાને બહાર કાઢવાનું ઑપરેશન ચાલ્યું હતું. જે બાદમં પરિવારજનોએ વળતરની માંગ સાથે મૃતદેહ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મૃતક કલ્યાણી દેવીના પતિનું નામ દિલીપ બાઉરી છે. તે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. દિલીપના બે બાળકો સાત વર્ષની કોમલ અને પાંચ વર્ષની દુર્ગા છે.

કલ્યાણી દેવીની સાત વર્ષની દીકરીએ ઘટના વિશે જણાવ્યું કે, તેની માતા ઘર તરફ આવી રહી હતી. ચાલતાં ચાલતાં તે અચાનક જમીનમાં ફસાઈ ગઈ હતી. કલ્યાણીએ દીકરીને અવાજ કર્યો ત્યારે કોમલે પાછું ફરીને જોયું હતું. આ સમયે તેની માતાનો ફક્ત હાથ જ દેખાઈ રહ્યો હતો.

જે બાદમાં કોમલે તેના પિતાને બૂમ પાડી હતી. આ દરમિયાન ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકો જ્યાં ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં કલ્યાણી દેવી જમીનમાં દફન થઈ ગઈ હતી. જે બાદમાં મશીનથી જમીન ખોદીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તંત્રએ મૃતકના પરિવારને બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મહિલાના બાળકોને અભ્યાસનો ખર્ચ અને તેના પતિને નોકરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આવા અનેક બનાવો બનતા રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો