ભરૂચમાં પોલીસકર્મીએ જ માસ્ક પહેર્યા વિના ફ્રૂટની લારીઓ પર દંડાવાળી કરી, પોલીસની કામગીરી સામે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં આક્રોશ

ભરૂચ બાયપાસ રોડ પર પોલીસકર્મીએ માસ્ક પહેર્યા વિના જ ફ્રૂટની લારીઓ પર દંડવાળી કરી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. માસ્ક સહિતના કાયદાનું પાલન કરાવવા નીકળેલી ભરૂચ બી ડિવિઝન પોલીસના જવાનો જ ગળામાં માસ્ક લટકાવીને કાર્યવાહી કરતા જોવા મળ્યા હતા. જેને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી સામે આક્રોશ

ભરૂચ બાયપાસ રોડ પર ફ્રૂટની લારીઓ પર વેપારીઓને ભરૂચ બી ડિવિઝન પોલીસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરાવવા માટે નીકળી હતી. જોકે, પોલીસકર્મીઓ પોતે જ માસ્કના નિયમોની ઐસીતૈસી કરતા જોવા મળ્યા હતા. એક પોલીસકર્મીએ નાકથી નીચેના ભાગે ગળામાં માસ્ક પહેર્યું હતું અને પોલીસકર્મીએ માસ્ક ન પહેરવા બાબતે ફ્રૂટની લારીઓ પર દંડાવાળી કરી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયાં વાઈરલ થયો છે. જેને પગલે વેપારીઓની સાથે સાથે સ્થાનિક લોકોમાં પણ પોલીસની કામગીરી પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે

સામાન્ય પ્રજાને માસ્કનો દંડ ફટકારતી પોલીસને દંડ થશે?

માસ્ક ન પહેરવા પર પોલીસ સામાન્ય પ્રજાને એક હજાર રૂપિયાનો દંડ ફટકારે છે, ત્યારે પોલીસ માસ્ક ન પહેરે ત્યારે તેને દંડ ફટકારવામાં આવતો નથી, ત્યારે સ્થાનિક લોકો અને વેપારીઓ પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો