કોરોના સામે લડવા અઝીમ પ્રેમજીનું વિપ્રો જૂથ અને ફાઉન્ડેશન 1,125 કરોડ રૂપિયા ખર્ચ કરશે
કોરોના સામે લડવા માટે દાન કરવાની પીએમ મોદીની અપીલ પર કોર્પોરેટ જગત ખુલીને સામે આવ્યું છે અને પીએમ કેર્સ ફંડમાં કરોડો રૂપિયા જમા થઈ ગયા છે. આ દરમિયાન વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ અને એઝીમ પ્રેમજી ફાઉન્ડેશને બુધવારે જાહેરાત કરી કે, તે બધા મળીને 1,125 કરોડ રૂપિયા કોરોના સામે લડવા માટે આપશે. જોકે, વિપ્રો જૂથે આ રકમ પીએમ કેર્સ ફંડમાં આપવાની વાતન નથી કરી. જૂથ આ રકમ પોતાના ફાઉન્ડેશન દ્વારા ખર્ચ કરશે.
કંપનીએ શું કહ્યું?
વિપ્રો જૂથે બુધવારે એક સ્ટેટમેન્ટ ઈશ્યૂ કરી કહ્યું કે, ‘કોવિડ-19થી ઊભા થયેલા અભૂતપૂર્વ સ્વાસ્થ્ય અને માનવીય સંકટને જોતા વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન મળીને 1125 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ રૂપિયા પ્રભાવિત વિસ્તારોમાં માનવીય સહાય, સ્વાસ્થ્ય સુવિધાઓને વધારવામાં લગાવાશે. તેને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના 1600 કર્મચારીઓની ટીમ લાગુ કરશે.’
કંપનીના કહેવા મુજબ, આ 1125 કરોડ રૂપિયામાંથી 100 કરોડ રૂપિયા વિપ્રો લિમિટેડ, 25 કરોડ રૂપિયા વિપ્રો એન્ટરપ્રાઈઝીસ અને 1000 કરોડ રૂપિયા અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે.
અજીમ પ્રેમજી વિશે જાણો
24 જુલાઇ 1945 ના રોજ જન્મેલા અઝીમ પ્રેમજી હાલમાં વિપ્રો લિમિટેડના પ્રમુખ છે, જે ભારતીય વ્યવસાયિક ઉદ્યોગપતિ, રોકાણકાર, એન્જિનિયર અને પરોપકારી છે. તેમને અનૌપચારિક રીતે ભારતીય આઈટી ઉદ્યોગનો કિંગ પણ કહેવામાં આવે છે. 2013માં તેમણે ગિવીંગ પ્લેજ પર હસ્તાક્ષર કરીને તેના ઓછામાં ઓછા અડધા નાણાં આપવા સંમત થયા હતા. આશરે 60 હજાર કરોડ રૂપિયા (800 મિલિયન ડોલર) ના દાન સાથે તે વિશ્વના 10 સૌથી વધુ દાતાઓની યાદીમાં પાંચમા ક્રમે આવે છે.
પીએમ કેર્સ ફંડમાં દાન આપવા લાગી હોડ
ઉલ્લેખનીય છે કે, ગત શનિવારે પીએમ મોદીએ પીએમ કેર્સ ફંડ બનાવાયાની જાહેરાત કરી હતી અને દેશવાસીઓને કોરના સામે લડવા માટે વધુમાં વધુ દાન કરવા અપીલ કરી હતી. તે પછી આ ફંડમાં દાન કરવા માટે કોર્પોરેટથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધીનાઓમાં હોડ લાગી ગઈ. ટાટા જૂથે 1500 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેમા 500 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત મોટા કોર્પોરેટ હાઉસો જેવા કે, અદાણી, વેદાંતા જૂથ, પેટીએમ, જિંદાલ જૂથ, એલ એન્ડ ટી વગેરેએ કરોડો રૂપિયા દાન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

