શું સુરતના ટેક્ષટાઈલ્સ માર્કેટ અને હીરા ઉધોગમાં સ્વૈચ્છીક લૉકડાઉન લાગશે? કોરોના સંક્રમણને લઈને વેપારીઓએ લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં કોરોના વાયરસ એક પછી એક મોટા શહેરોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ બાદ હવે કોરોના સુરત અને રાજકોટને પોતાના નિશાન બનાવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કોરોનાના કારણે ઈટલી જેવી હાલત થવાના આરે છે, ત્યારે હીરા ઉધોગ બાદ કાપડ માર્કેટને લઈને સ્વૈચ્છિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણને નાથવા માટે કાપડ માર્કેટમાં વેપારીઓએ સ્વૈચ્છીક લૉકડાઉન જાહેર કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતના નાકોડા હરિઓમ માર્કેટની 1037 દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે સાંવરિયા માર્કેટની 1490 કાપડ દુકાનો બંધ છે. 20 ટકા કાપડ વેપારીઓનું 30 જુલાઈ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સિવાય સુરતના મિલેનિયમ માર્કેટ, સાંવરિયા માલામાં પણ લૉકડાઉન જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, સંક્રમણ વધતા વેપારીઓ પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોવાની માહિતી પણ મળી રહી છે.

બીજી બાજુ સુરત ડાયમંડ એસોસિએશને તમામ હીરા કારખાનેદારોને એક અપીલ કરી છે. સુરતના ડાયમંડ એસોસિએશને 10 દિવસ સુધી હીરાના કારખાના, યુનિટો અને એકમો સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી છે. સુરતમાં હીરા ઉદ્યોગમાં કુલ 1464 લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.

બીજી બાજુ માંગરોળ તાલુકાના વાંકલ ગામે વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ ગ્રામ પંચાયતે વાંકલ ગામને લોકડાઉન કરી ચુસ્ત અમલ શરૂ કરાવ્યો છે. વાંકલ ગ્રામ પંચાયત દ્વારા લોક ડાઉન જાહેર કર્યા પછી સવારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની અન્ય દુકાનો ખુલતા ગ્રામ પંચાયત દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવી હતી. તેમજ પ્રોવિઝન સ્ટોરોને પણ બંધ રાખવા ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો હતો વાંકલ ગામ અને બજારમાં સંપૂર્ણ દુકાનો બંધ રહેતા લોકડાઉનનો ચુસ્ત અમલ જોવા મળ્યો હતો.

આખા વિશ્વને બાનમાં લેનારા કોરોનાએ દક્ષિણ ગુજરાતમાં પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. દક્ષિણ ગુજરાતમાં વધેલા કોરોનાના પ્રકોપ વચ્ચે રવિવારે 20 દર્દી કાળનો કોળિયો બન્યાં હતા. જ્યારે કોરોનાના નવા 294 કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરના 205, જિલ્લાના 46, નવસારીના 11, તાપીના 2, વલસાડના 16 દા.ન.હ અને દમણના 7-7 કેસનો સમાવેશ થાય છે. કોરોના સામે આરોગ્ય તંત્ર લાચાર સાબિત થઈ રહ્યું હોય હવે નવા દર્દીની સાથે મરણાંક પણ સતત વધતો જઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો