બ્લાસ્ટમાં પતિનું મોત થતાં પાંચ મહિનાનાં બાળકને ખોળામાં રાખીને પત્નીએ વીડિયો કૉલ પર જોયા પતિના અંતિમ સંસ્કાર

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ (kabul)માં શનિવારે થયેલા બોમ્બ બ્લાસ્ટ (Blast)માં લુધિયાણાના સની સિંહ (Sunny Singh)નું મોત થઈ ગયું હતું. આ ઉપરાંત આ બ્લાસ્ટમાં શીખ સમુદાયના બે અન્ય લોકો ઘાયલ થયા હતા. સનીના અંતિમ સંસ્કાર કાબૂલમાં જ કરવામાં આવ્યા હતા. તેમની પત્ની ત્યાં પહોંચી શકી ન હતી. આથી તેમણે મોબાઇલ ફોન (Mobile phone)માં જ વીડિયો કૉલ (Video call) પર પતિના અંતિમ સંસ્કાર (Funeral) જોયા હતા. સની અફઘાનિસ્તાનમાં મસાલા અને દવાઓનો બિઝનેસ કરતો હતો.

સની ગત વર્ષે ઓક્ટોબરમાં પિતા બન્યો હતો, પરંતુ કાબૂલમાં રહેતો હોવાથી તે એક પણ વખત પોતાના પુત્રને મળી શક્યો ન હતો. રવિવારે સનીના અંતિમ સંસ્કાર થયા ત્યારે પુત્ર તેની માતાના ખોળામાં રમી રહ્યો હતો. સનીની પત્ની વીડિયો કૉલ મારફતે પતિના અંતિમ સંસ્કાર નિહાળી રહી હતી. સની પુત્રની તબિયત પૂછવા માટે દરરોજ પત્નીને ફોન કરતો હતો. અંગ્રેજી વર્તમાનપત્ર ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા સનીની પત્નીએ જણાવ્યું કે, તેનો પતિ ગત વર્ષે કાબૂલ ગયો હતો. “શુક્રવારે રાત્રે સનીનો ફોન આવ્યો હતો અને બાળકની તબીયત પૂછી હતી. શનિવારે બ્લાસ્ટમાં તેનું મોત થયું હતું,” તેમ સનીની પત્નીએ જણાવ્યું હતું.

અફઘાન શીખ હરિન્દર સિંહ ખાલતા કે જેમનો પરિવાર લુધિયાણા ખાતે રહે છે, તેમણે જણાવ્યું કે, “વિસ્ફોટ સમયે સની, ચૂચા સિંહ અને શેર સિંહ શોર બજારમાં પોતાની દુકાનોમાં હતા. દુકાનોને ખૂબ નુકસાન થયું છે. ચૂચા સિંહ અને શેર સિંહનો પરિવાર લુધિયાણામાં છે. સનીનો જન્મ કાબૂલમાં થયો છે. શનિવારે જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સનીની માતા અને ભાઈ કાબૂલમાં છે પરંતુ પત્ની અને પુત્રી લુધિયાણામાં છે. તે લુધિયાણા જવાનો પ્લાન ઘડી રહ્યો હતો. પરંતુ નસિબે તેનો સાથ આપ્યો ન હતો.”

શીખ સમુદાયના અમુક સભ્યો હાલ પણ કાબૂલ, ઝલાલાબાદ અને અફઘાનિસ્તાનના અન્ય શહેરોમાં વસે છે. ખાલસાએ કહ્યું કે, “હું મજબૂરીને કારણે અહી છું. તેઓ ગરીબ હોવાથી દેશ છોડવાનું જોખમ નથી ખેડી શકતા. કારણ કે આવું કરવા પર તેમનો ધંધો પડી ભાંગશે. સની એ ગરીબ શીખ પરિવારમાંનો એક હતો જે પરિવારનું ભરણ પોષણ કરવા માટે કાબૂલમાં રહેતો હતો. તે અહીં જે કમાણી કરતો હતો તે લુધિયાણા પોતાના પરિવારને આપતો હતો. અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે અફઘાનિસ્તાનમાંથી શીખોને પણ મુક્ત કરાવે.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો