અમદાવાદમાં પતિની પ્રેમિકાને સબક શીખવવા પત્નીએ પાર કરી બર્બરતાની તમામ હદો

પતિ-પત્ની અને વોના અનેક કિસ્સાઓ હમણાથી સામે આવી રહ્યા છે. પત્ની પોતાના પતિની પ્રેમીકા સાથે મારામારી કરે અને આક્ષેપો કરે તેવી ફરિયાદ તો અનેક વખત સામે આવી છે. પરંતુ વાડજના આ કિસ્સાએ તો પોલીસને મુંઝવણમાં મુકી છે. પતિની પ્રેમિકાને સબક સિખવાડવા પત્નીએ અપહરણ કરીને તેની સાથે બર્બતાભર્યુ કુત્ય કર્યુ.

વાત કંઈક એવી છે કે, જૂના વાડજમાં રહેતા ગીરીશ ગોસ્વામીને એક યુવતી સાથે પ્રેમસબંધ હતો. ગીરીશની પત્ની જાનુને આ વાતની જાણ થઈ ગઈ. જાનુએ પ્રેમિકાને સબક શિખવાડવા ષંડયત્ર રચ્યુ, અને રીંકા ગોસ્વામી સાથે મળીને યુવતીનો એકટિવા પર પીછો કર્યો. ત્યારબાદ એકટીવા પર બળજબરીથી બેસાડીને ઘરે લઈ ગયા, તેને માર માર્યો. કપડા ઉતાર્યા અને ગુપ્ત ભાગમા મરચુ ભરીને તેને ધમકી આપી. આટલુ જ નહિ તેના નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આવતા યુવતીએ વાડજ પોલીસનો સંપર્ક કર્યો.

વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ જે એ રાઠવાના જણાવ્યા પ્રમાણે, “પોલીસ તપાસમા ખુલ્યુ કે, ગીરીશ ગોસ્વામી અને યુવતી ચાર વર્ષ પહેલા નારણપુરા કાપડની દુકાનમાં પરિચયમાં આવ્યા હતા. ગીરીશની કાપડની દુકાનમાં યુવતી નોકરી કરતી હોવાથી પ્રેમ સંબંધ શરૂ થયો. ગીરીશ પરણિત હોવાથી બે વર્ષ સુધી સંબંધ રહયો પછી યુવતીએ નોકરી છોડી દીધી. ચાર મહિના પહેલા બન્ને ફરી સંપર્કમા આવ્યા, અને વોટસએપ ચેટીંગ અને કોલીંગ શરૂ કર્યુ. આ વાતની જાણ ગીરીશની પત્ની જાનુને થઈ જતા, તેણે યુવતીને સબક સીખવાડવા આ કૃત્ય કર્યુ”.

હાલમા પોલીસે ત્રણેય મહિલાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. મહત્વનુ છે કે, પતિ-પત્ની અને વોના કિસ્સામા પત્નીને જેલના સળીયા પાછળ જવાનો વારો આવ્યો છે. પત્ની રડીને પોલીસને ફરિયાદ કરી રહી છે કે, આ યુવતીએ તેનુ ઘર બરબાદ કર્યુ, પરંતુ પોલીસ તેની મદદ કરે છે. પણ વાંક એટલો જ કે પત્નીએ પતિ અને પ્રેમિકાને સબક શિખવાડવા કાયદો હાથમા લીધો, અને તેનુ પરિણામ જેલના સળીયા પાછળ તેને જવુ પડયુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો