હૃદયદ્રાવક ઘટના: સુરતમાં પત્નીએ આપઘાત કર્યો તો પતિએ દીકરી સાથે નદીમાં મોતની છલાંગ લખાવી, દીકરીનું પણ મોત

સુરત શહેરમાં (Surat) એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાં પત્નીએ (wife suicide) અનાજમાં નાંખવાની ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ વાત જીરવી ન શકતા પતિએ સાત વર્ષની દીકરી સાથે નદીમાં મોતની છલાંગ મારી હતી. જે બાદ દીકરીનું પણ મોત થયું છે, જ્યારે રત્નકલાકાર પતિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ કેસમાં મળતી માહિતી પ્રમાણે, સંજયભાઇ તાવળિયા સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં રહે છે. તેઓ તેમની 30 વર્ષિય પત્ની રેખાબેન અને સાત વર્ષની દીકરી જીયા સાથે રહેતા હતા. મૃતક પત્ની રેખાબેન મૂળ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકોના લીલવા ગામના વતની હતા. સંજયભાઇ હીરા મજૂરી કામ કરતા હતા.

બુધવારે સવારે પત્ની રેખાબેને પતિ સાથે ઝઘડો થતા પોતાના ઘરે અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. જે બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. રેખાબેનના મૃત્યુની ખબર સાંભળતા જ પતિ સંજયભાઈ સાત વર્ષની દીકરી જીયાને બાઈક પર બેસાડી મોટા વરાછાના પાસે આવેલી સવજી કોરાટ બ્રિજ નજીક જય ભવાની સોસાયટી પાસે તાપી નદીના કિનારે ગયા હતા.

નદી પાસે બેસીને પહેલા સંજયભાઇએ હૈયાફાટ રૂદન કર્યુ હતુ. ત્યારબાદ અચાનક જીયા સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. આ જોતા આસપાસના લોકોએ સ્થાનિક ખારવાઓની મદદથી સંજયભાઇને બહાર કાઢ્યા હતા. પરંતુ જીયાની ભાળ મળી ન હતી. જોકે, થોડા સમયમાં ફાયર વિભાગને પણ જાણ કરતા તેઓએ જીયાનો મૃતદેહ પણ શોધી નાંખ્યો હતો.

પત્નીના મોતના સમાચારને કારણે પતિએ આ પગલુ ભર્યુ
સંજયભાઈએ જણાવ્યા પ્રમાણે પત્નીએ આપઘાતથી મોત વ્હાલુ કર્યું છે તેના સમાચારને કારણે તે દીકરીને લઇને નદીમાં ઝંપલાવ્યુ હોવાનું જણાવ્યુ હતુ. ભાનમાં આવતા પત્નીના વિરહમાં પુત્રી સાથે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, રેખાબેને ઘરકંકાસથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધું હતું. પત્નીના વિરહમાં સંજયભાઈએ તેની પુત્રીને સાથે લઈને નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બનાવના પગલે પુત્રીનું મોત નિપજ્યું છે. હાલ સંજયભાઈની સરથાણામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ આ ઘટનામાં માતા અને દીકરીની મોત થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો