અમાનવીય સજા: દાહોદમાં પરિણીતા પ્રેમી સાથે ભાગી જતા પરિણીતાના ખભા પર પ્રેમીને બેસાડી નગ્ન કરી ગામમાં ફેરવ્યા, વીડિયો વાયરલ થતાં ૧૯ સામે ગુનો દાખલ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક ૨૩ વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી જતા યુવતિના પતિ તેમજ તેના સાસરિયાઓ દ્વારા પરિણીતા અને તેના પ્રેમીને પકડી લાવી પરિણીતાને ગડદાપાટુનો મારમારી ખેંચતાણ કરી તેના ખભે તે જેની સાથે ગયેલી તે પ્રેમી યુવકને બેસાડી આખા ગામમાં નગ્નાવસ્થામાં ફેરવ્યા હોવાની ક્રૂર અને બેફામ ટોળાશાહીની ઘટના બની છે. ઘટનાનો વીડિયો વાઇરલ થતાં પતિ તથા ૧૯ ઈસમોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં રહેતી એક ૨૩ વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેમાં આ મામલે ગત તા.૬ જુલાઈના રોજ પતિ તથા તેના સાસરિયાઓ અને ગામના લોકો દ્વારા આ અંગેની અદાવત રાખી પરિણીતાનો પતિ તથા તેના સાસરી પક્ષના તેમજ તેના ગામના માણસોના ૧૯ જેટલા ટોળાએ પરણિતા અને તેના પ્રેમની પકડી લાવી ખજૂરી ગામે લઈ આવ્યાં હતાં.

ખજૂરી ગામે લાવી પરિણીતાને ગડદાપાટુનો માર મારી તેણીની ખેંચતાણ કરી કપડા ફંડી નાંખ્યા હતાં. આ બાદ પરિણીતાના ખભા ઉપર તેના પ્રેમીને બેસાડી તેનો ગામમાં વરઘોડો કાઢયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાંની વેંત દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. એક્શનમાં આવેલ પોલીસે આ વિડીયોની તલસ્પર્શી તપાસ હાથ ધરતાં આ વિડીયો ધાનપુર તાલુકાના ખજુરી ગામનો હોવાનું માલુમ પડતાં પોલીસે ખજુરી ગામે પહોંચી ગઈ હતી અને અત્યાચારનો ભોગ બનેલ પરિણીતાની સાથે પોલીસે મુલાકાત કરી ઉપરોક્ત સમગ્ર ઘટનાની જાણકારી પરિણીતાએ પોલીસને આપી હતી.

ધાનપુર પોલીસે દિનેશ મછાર, સાસરી પક્ષના અને ગામમાં રહેતાં અન્ય પપ્પુ કાનીયાભાઈ, ભરત સવલાભાઈ, રાકેશ સવલાભાઈ, નવલસિંગ કસનાભાઈ, રમેશ સનીયાભાઈ, મેહુલ મછાર, સબીયા, સંજય દિતિયાભાઈ, દિતિયા નાનાભાઈ, મડિયા દિતિયાભાઈ, નવરીયા મછાર, લક્ષ્મણ મછાર, રણજીત આમલીયા, સબુર નાનાભાઈ, અખીલ મડીયાભાઈ, મનીશ સબીયાભાઈ, વીના બદિયાભાઈ અને પાંઘળા બદીયાભાઈ (તમામ જાતે મછાર) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો