અમેરિકામાં મોટેલ ચલાવતા ભરથાણાના પટેલ દંપતી પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતાં પત્નીનું મોત

ભારતમાં સવારે 10 વાગ્યા હતા ત્યારે અમેરિકા સ્થાયી એવા ભરથાણાના પટેલ દંપતી પર શુક્રવારે મધરાત્રે અજાણ્યાઓ ફાયરિંગ કરી ફરાર થયા હતા. જેમાં 58 વર્ષીય ઉષાબેન પટેલનું ટૂંકી સારવારમાં મોત થયું હતું. જ્યારે પતિ દિલીપભાઈને પગ-છાતીના ભાગે ગોળી વાગી હતી. હાલમાં તેઓ સારવાર હેઠળ છે. આ ઘટના અમેરિકાના એલ્કટોનના મેરીલેન્ડમાં બની છે.

દંપતી મેરીલેન્ડમાં મોટેલનો બિઝનેસ 20 વર્ષથી કરે છે

ભરથાણાનું દંપતી મેરીલેન્ડમાં મોટેલનો બિઝનેસ 20 વર્ષથી કરે છે. આ બાબતે કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી મળી નથી. વધુમાં દંપતીના સંબંધીઓ મારફતે જાણવા મળ્યું કે મોટેલમાં મોડીરાતે પતિ-પત્ની બેઠા હતા તે સમયે અજાણ્યાઓએ ફાયરિંગ કર્યુ હતું. શા માટે ફાયરિંગ કર્યુ તેની માહિતી નથી. પરિવારમાં તેમનો મોટો પુત્ર કેયૂર મેરીડ છે, જયારે કેતુલના લગ્ન બાકી છે. ભરથાણામાં તેનું બંધ મકાન છે.

પતિ-પત્ની હોટલ પર હતા ને ફાયરિંગ થયું

અમેરિકામાં હોટલ ઉધોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાયી થયેલ છે અને મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા છે. પતિ દિલીપ અને પત્ની ઉષા શુક્રવારે પોતાની હોટલ પર હતા. ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો આવીને ફાયરિંગ કરી દંપતીને ગંભીર ઇજા કરીને ભાગી છૂટ્યાં હતા.

વતનમાં સંબંધીઓ શોકમાં ગરકાવ

તાત્કાલિક દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પત્ની ઉષા બહેનનું કરૂણ મોત થઇ ગયું હતું. જોકે, પતિ દિલીપ હાલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની સુરતમાં રહેતા તેમના સંબંધીને જાણકારી મળતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

મોટો દીકરો પણ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલો

છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર સતત હુમલા અને તેમના વેપારના સ્થળ પર લૂંટના ઇરાદે તેમના પર ફાયરિંગની ઘટના બનતી આવી છે. ત્યારે આ વખતે સુરતના પરિવારના દંપતી ભોગ બનતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ દંપતીને બે બાળકો છે જેમાંથી મોટો દીકરો પણ હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. સુરત ખાતે તેમના સંબંધી રહે છે પણ તેમનું સુરત ખાતેનું મકાન હાલમાં બંધ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો