પુલવામા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજરના પત્ની બનશે ભારતીય સેનામાં ઓફિસર, પતિના રસ્તે ચાલીને કરશે દેશની સેવા

પુલવામા હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદની વિરુદ્ધમાં ચાલેલા ઓપરેશનમાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલની પત્ની નિકિતા પણ પતિના રસ્તે ચાલી પડી છે. ટૂંક સમયમાં તે સેનામાં ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આવશ્યક દરેક પરીક્ષાઓ તેણે પાસ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે જલદી તે સેના જોઈન કરી શકે છે.

ગયા વર્ષે જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. તેના જવાબમાં 18 ફેબ્રુઆરીના રોજ જૈશ-એ-મોહમ્મદની સામે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં મેજર વિભૂતિ શહીદ થયા હતા.

શહીદ મેજર વિભૂતિ ઢૌંડિયાલની પહેલી વરસી પર એવી ન્યૂઝ આવી રહી છે કે, જેને સાંભળી દેશના દરેક નાગરિક નમન કરશે. શહીદી પર આઈ લવ યૂ વિભૂ જેવા માર્મિક શબ્દોથી પતિને અંતિમ વિદાઈ આપનારી પત્ની નિકિતા ટૂંક સમયમાં સેનામાં ઓફિસર બની રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, પતિની શહીદી બાદ નિકિતાએ આર્મી જોઈન કરવાની ઈચ્છા જાહેર કરી હતી. ત્યાર બાદ સેનાએ તેનો ઉત્સાહ વધાર્યો અને તેની મદદ કરી. જેનું પરિણામ એ આવ્યું કે નિકિતા દરેક ઔપચારિક ટેસ્ટ અને ઈન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ.

શહીદ મેજર વિભૂતિના લગ્ન 18 એપ્રિલ 2018માં થયા હતા. લગ્નના ઠીક 10 મહિના બાદ મેજર વિભૂતિ શહીદ થઈ ગયા હતા. તેઓ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં રજાઓ માણી ડ્યૂટી પર પરત ફર્યા હતા. માર્ચમાં તેમણે ઘરે પરત ફરવાની વાત કરી હતી. પણ ફેબ્રુઆરી 14, 2019ના રોજ પુલવામામાં CRPFના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. ત્યાર બાદ જવાબી કાર્યવાહી માટે કરવામાં આવેલા ઓપરેશનમાં મેજર વિભૂતિ 18 ફેબ્રુઆરી 2019ના રોજ શહીદ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો