‘હું હવે ક્યારે કોઈની સાથે ‘લફરું’ નહીં કરું’, દગાબાજ પત્નીને પતિએ માફ કરી દીધી, પણ વફાદારી માટે રાખી અજીબ શરત

પતિ પત્ની અને વોના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા રહે છે પરંતુ તાજેતરમાં પતિ પત્ની અને વોનો (Pati, patni aur woh) એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. એક મહિલાએ રિલેશનશિપ પોર્ટલ (Relationship Portal) ઉપર પોતાના લગ્નજીવનનું મોટું (marriage life) રાજ ખોલ્યું હતું. મહિલા બે બાળકોની માતા છે. અને તેનું કહેવું છે કે તેનો પતિ ત્રીજા બાળક માટે દબાણ (Husband force for third child) કરે છે. પરંતુ મહિલા ત્રીજું બાળક ઈચ્છતી નથી. પતિ ત્રીજું બાળક કેમ ઈચ્છે છે એ અંગે મહિલાએ કારણ જણાવ્યું છે. મહિલાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે તેનાથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે બે વર્ષ પહેલા તેની ઓફિસમાં એક સહકર્મી સાથે અફેર (love affair) હતું જેનો તેને ખૂબ જ અફસોસ છે.

મહિલાએ લખ્યું હતું કે, પોતાના પતિથી તેનો પ્રેમ ઓછો થયો હતો. મને લાગતું હતું કે મારો પ્રેમી મને સાચો પ્રેમ કરતો હતો. હું તેની સાથે નવું જીવન શરુ કરવાના સપના જોવા લાગી હતી. પરંતુ મારું દિલ ત્યારે તૂટી ગયુ જ્યારે મને ખબર પડી કે તે બીજી કોઈ મહિલા માટે મને દગો આપી રહ્યો હતો. મહિલાએ લખ્યું હતું કે પોતાની જિંદગી બર્બાદ કરનાર હું પોતે છું. આ બધામાં સૌથી ખરાબ બાબતો એ છે કે મારા અફેર અંગે મારા પતિને જાણ થઈ ગઈ હતી. અને તે સંપૂર્ણ પણે તૂટી ગયો હતો. પરંતુ તેણે મને માફ કરી દીધી હતી. અમે એકબીજાને સમજાવ્યા અને લગ્ન બચાવવામાં સફળ રહ્યા હતા.

મહિલાએ આગળ લખ્યું હતું કે, હેરી હવે ત્રીજું બાળક ઈચ્છે છે મને એનું કારણ ખબર છે. તે ત્રીજું બાળક એટલા માટે ઈચ્છે છે કે તે એ વાતથી આશ્વસ્ત થવા માંગે છે કે, હું તેની સાથે હંમેશા રહું. મેં તેને અનેક વખત આ વાતનો વિશ્વાસ આપ્યો છે કે હું હવે ક્યારે કોઈની સાથે અફેર નહીં કરું અને મેં જે કર્યું તેના માટે મને અફસોસ છે. મહિલાએ પોતાની આપવીતી વ્યક્ત કરતા લખ્યું હતું કે, મને નથી લાગતું કે હું ત્રીજું બાળક સંભાળી શકીશ. હું હજી પણ ભાવનાત્મક રીતે ખૂબ જ કમજોર છું પરંતુ પતિ મને વારંવાર ત્રીજું બાળક પેદા કરવા માટે કહે છે.

હું વાસ્તવમાં વધુ એક બાળક ઈચ્છતી નથી. હું મારી બંને પ્રેગ્નેશીમાં ખુબ જ બીમાર રહી હતી. ફરીથી બધું વિચારીને ઘભરામણ થાય છે. માનસિક રીતે ત્રીજા બાળક માટે તૈયાર નથી. મારા માટે બે બાળકોને સંભાળવું મુશ્કેલ છે. મેં પોતાના મિત્રો પાસે સાંભળ્યું છે કે ત્રણ બાળકો સંભાળવા માતા માટે કેટલું કઠીન હોય છે. મહિલાએ લખ્યું કે તાજેતરમાં મને મારા જૂના પ્રેમીનો ઈમેઈલ મળ્યો જેમાં તે મારા હાલચાલ પૂછી રહ્યો હતો.

મેં તેને તરત જ બ્લોક કરી દીધો કારણ કે હું ઈચ્છતી નથી કે મારો પતિ આ જોઈ જાય. તેનો મેઈલ જોઈને એકવાર ફરીથી બધું યાદ આવી ગયું હતું. એકવાર ફરીથી મને પસ્તાવો થવા લાગ્યો હતો કે મેં પતિને કેટલી ઠેશ પહોંચાડી છે. મને પોતાની જાતથી નફરત થવા લાગી હતી. મેં તેને એટલો બધો અસુરક્ષિત મહેસૂસ કરાવી દીધો હતો. મને ખબર છે કે હું તેના વિશ્વાસને લાયક નથી. પરંતુ મને તેના વિશ્વાસની જરૂર છે. હવે હું તેને ક્યારેય કોઈવાતની તકલિફ નહીં આપું.

મહિલાએ લખ્યું કે જે પણ હોય પરંતુ ત્રીજું બાળક એ સમસ્યાનું સમાધાન તો ના જ હોઈ શકે. હું પતિને સમજાવા લાગી છું કે હવે હું એવી નથી જેવી 2 વર્ષ પહેલા હતી. હું તેને હવે ક્યારેય દગો નહીં આપું. હું હંમેશા તેને પ્રેમ કરીશ અને તેના પ્રત્યે વફાદાર રહીશ. આ માટે તેને ત્રીજા બાળકથી બાંધવાની જરૂર નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો