લગ્નના સાતમાં દિવસે જોવા મળ્યું દુલ્હનનું રૌદ્ર સ્વરૂપ! બેડરૂમમાં ઊંઘતા પતિનું ગળું કાપીને પત્નીએ કરી હત્યા, દુલ્હન મૌન પોલીસ પરેશાન

લગ્નના સાતમા દિવસે દુલ્હનું ખૌફનાક સ્વરૂપ જોવા મળ્યું હતું. બિહારના (bihar) બેતિયામાં નવી નવેલી દુલ્હનના હાથોમાંથી મહેંદી પણ ઉતરી ન હતી અને સપ્તાહમાં જ પતિનું ગળું કાપીને હત્યા (wife killed husband) કરી નાંખી હતી. લગ્નના માત્ર સપ્તાહમાં જ (husband murder after 7 days of marriage) આ પ્રકારની ખતરનાક ઘટનાને લઈને લોકો ચોંકી ગયા હતા. આ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી. દુલ્હનને (killer bride) લગ્નના સાત દિવસમાં જ આવી ક્રૂર ઘટનાને કેમ અંજામ આપ્યો એ અંગે લોકો જાણવા ઉત્સુક છે.

પોલીસે દુલ્હનની ધપકડ કરી લીધી હતી. આ ઉપરાંત પરિવારના બાકીના સભ્યો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. બેતિયાના મહાલી ટોલાની આ ઘટનામાં પોલીસ કડકાઈથી દુલ્હનને હત્યા પાછળનું કારણ પૂછી રહી છે. પોલીસે હત્યામાં ઉપયોગમાં લીધેલા હથિયારને પણ જપ્ત કરી લીધું હતું. જોકે આરોપી મહિલાની મૌનથી પોલીસ પરેશાન છે.

મજૂરી કરનાર શ્યામ જી સાહના લગ્ન ખૂબ જ ધૂમધામથી 13 ડિસેમ્બરે થયા હતા. પૂર્વ ચમ્પારણના ગોવિંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરેયા ગામની દુલ્હને સાસરીમાં પગ રાખ્યો તો પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો હતો. પરિવારજનોએ જણાવ્યું કે શ્યામજી પોતાની પત્નીનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. પરંતુ એવું તો શું થયું કે પત્નીએ આવું ખતરનાક પગલું ઉઠાવ્યું.

હત્યાના બીજા દિવસે સવારે મૃતકની માતાએ નવદંપતિના રુમનો દરવાજો ખટખટાવ્યો. અંદર જોયું તો લોહીથી લથપથ પુત્રની લાશ પડી હતી. માતા કંઈ સમજે તે પહેલા દુલ્હન ગમેતેમ કરીને ત્યાંથી બચીને ભાગવાની કોશિશ કરવા લાગી હતી. દુલ્હન ઉપર હત્યાનો શક જતાં જ પડોશી લોકોએ તેને પકડીને પોલીસને સોપી દીધી હતી.

દુલ્હનના ઘરના લોકોને પણ પોલીસે ધરપકડ અને ઘટના અંગે જાણકારી આપી હતી. પોલીસની પરેશાની એ છે કે ઘટનાને લઈને દુલ્હન કોઈ શાતિર આરોપીની જેમ મોંઢું ખોલવા માટે તૈયાર નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો