13 વર્ષની સાળીને ભગાડી જનાર બનેવીને પોલીસ પકડી લાવતા પત્નીએ કરી એવી વાત કે પોલીસ પણ થઇ ગઇ સ્તબ્ધ

વેવાઇ-વેવાણ બાદ હવે સાળી-બનેવીનું પ્રેમપ્રકરણ સુરતમાં ચર્ચાને ચગડોળે ચઢયું છે. નવ મહિના પહેલાં ભાગી ગયેલા પ્રેમીપંખીડા સાળી-બનેવીને યુપીથી લઇ આવી પોલીસ પૂછપરછ કરી હતી. દરમિયાન પતિએ નાની બહેન સાથે સંસાર માંડયો હોવા છતાં વિરોધ નોંધાવવાને બદલે પરિણીતાએ “મને આ સંબંધથી કોઇ વાંધો નથી, અમે ત્રણેય સાથે રહીશું, તમે કેમ વચ્ચે પડો છો ?” એવું નિવેદન નોંધાવતા પોલીસ ચોંકી ગઇ હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સહારા દરવાજા ખાતે ગરનાળા નજીકની સોસાયટીમાં રહેતી 13 વર્ષીય પ્રિયા (નામ બદલ્યું છે) ગત વર્ષે મુંબઇ-કાંદિવલી વિસ્તારમાં રહેતી મોટી બહેનના ઘરે રહેવા ગઇ હતી. તેણી બહેનના ઘરે રહી અભ્યાસ પણ કરતી હતી. પ્રિયાના બનેવી ડ્રાઇવિંગ કામ કરે છે. દરમિયાન બનેવીએ પ્રિયાને પ્રેમજાળમાં ફસાવી હતી. તેઓ ચોરી-છૂપીથી મુંબઇમાં ફરવા પણ જતા હતા. ગત મે મહિનાના વેકેશનમાં પ્રિયા સુરત રહેવા આવી હતી. આ વખતે બનેવીએ મુંબઇથી સુરત આવી પ્રિયાને ભગાડી ગયો હતો.

સગીર સાળીને ભગાડી જવા બાબતે બનેવી સામે સલાબતપુરા પોલીસમાં અપહરણનો ગુનો પણ નોંધાયો હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાંચની ટીમ યુપી જઇ બંનેને શોધી કાઢયા હતાં. આજરોજ સુરત લઇ આવી સલાબતપુરા પોલીસને કબજો સોંપ્યો હતો. પીઆઇ કીકાણીએ બંનેની પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે બનેવીએ સગીર વયની સાળી સાથે યુપીમાં લગ્ન કરી લીધા હતાં અને નવ માસથી તેઓ પતિ-પત્નીની જેમ રહેતા હતાં.

પૂછપરછમાં સગીરાએ બનેવી સાથે જ રહેવાની વાત કરી હતી. બીજી તરફ પોલીસે મોટી બહેનને કોલ કરીને જાણ કરી તો તેણીએ આ પતિના નાની બહેનના પ્રેમસંબંધથી કોઇ વાંધો ન હોવાનું જણાવતા પોલીસ સ્તબ્ધ થઇ ગઇ હતી. મોટી બહેને પીઆઈને જણાવ્યું કે “સાહેબ, મને આ સંબંધથી કોઇ વાંધો નથી, અમે ત્રણેય સાથે રહીશું, તમે શું કામ વચ્ચે પડો છો?” હાલ તો પોલીસે બનેવીની ધરપકડ કરી સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો