ગેસ્ટ હાઉસના રૂમમાં રંગરેલીયા મનાવતા ગાંધીનગર સચિવાલયના અધિકારીને પત્નીએ અભયમની ટીમ સાથે રંગેહાથ ઝડપ્યા

ઇલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં મહિલા મિત્ર સાથે રંગરેલીયા મનાવવા માટે આવેલા ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીને પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. અભયમ ટીમ સાથે પહોંચેલી પત્નીએ પતિ અને તેની મહિલા મિત્રનો ઉધડો લઇ નાંખ્યો હતો. મોડી રાત્રે આ મામલો ગોત્રી પોલીસ મથકે પણ પહોંચ્યો હતો.

પતિ પર શંકા હોવાથી પીછો કર્યો-પત્ની

ગાંધીનગર સચિવાલયમાં જુન-018થી સેક્સન ઓફિસર તરીકે ફરજ બજાવતા આદિત્ય દેસાઇ શુક્રવારે મહિલા મિત્રને લઇ વડોદરા ઇલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં રંગરેલીયા મનાવવા માટે આવ્યા હતા. જોકે, અધિકારી પોતાની મહિલા મિત્ર સાથે રંગરેલીયા મનાવે તે પહેલાં જ પત્નીએ અભયમની ટીમને સાથે રાખીને રૂમમાં દરોડો પાડી પતિને તેની મહિલા મિત્ર સાથે રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. અભયમની ટીમ સામે જ પત્નીએ પતિ અને તેની મહિલા મિત્રનો ઉધડો લઇ નાંખ્યો હતો.

પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ ઉપર મને શંકા હોવાથી શુક્રવારે તેઓ ઓફિસમાંથી નીકળ્યા ત્યારે પીછો કર્યો હતો. પીછો કરતા વડોદરા આવી પહોંચી હતી. વડોદરા પહોંચેલા પતિએ પહેલાં સલૂનમાં દાઢી કરાવી હતી. તે બાદ પતિએ કિર્તીસ્થંભ ખાતે ઇકો કારમાં આવેલી મહિલા મિત્રને પોતાની ગાડીમાં બેસાડી હતી. બાદમાં તેઓ ખાઉધરા ગલીમાં જમવા માટે ગયાં હતા. પતિ જમ્યા ન હતાં. પરંતુ, તેની મહિલા મિત્ર જમી હતી. તે બાદ તેઓ ચ્હા પીવા રોકાયા હતા. અને ત્યાંથી સીધા તેઓ ઇલોરા પાર્ક નર્મદા ગેસ્ટ હાઉસમાં બુક કરેલા રૂમ નંબર 208માં રાત્રે 9-50 કલાકે આવી પહોંચ્યા હતાં.

રૂમ ખુલી ત્યારે પતિએ શર્ટ પહેર્યુ નહોતું

પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, હું પતિની પાછળ જ અભયમ ટીમને લઇને ગેસ્ટ હાઉસ પહોંચી ગઇ હતી. અને રૂમનો દરવાજો ખોલાવ્યો ત્યારે પતિએ શર્ટ કાઢેલું હતું. તેની મહિલા મિત્ર રૂમના અન્ય ભાગમાં છૂપાઇ ગઇ હતી. મારા પતિએ મને ગાંધીનગરમાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ, તેઓ તેમની મહિલા મિત્ર સાથે વડોદરા આવ્યાં હતાં. પતિ કહે છે કે, હું જન્માક્ષર બતાવવા માટે આવ્યો હતો. પરંતુ, મારા પતિને તેમની દીકરીને અઢી માસથી દવાખાને લઇ જવાનો સમય મળતો નથી. અને બીજાની છોકરીઓ માટે જન્મક્ષર બતાવવાનો સમય કેવી રીતે મળે છે. હું મારા પતિથી વર્ષ-2017થી થાકી ગઇ છું. આ અંગે મેં રાત્રે ગોત્રી પોલીસ મથકમાં પતિ વિરૂધ્ધ અરજી પણ આપી છે. ગોત્રી પોલીસે અરજીના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

ફેસબુક ફ્રેન્ડ રૂમની અંદર ભરાઇ ગઇ

પત્નીએ જણાવ્યું હતું કે, પતિ ગાંધીનગર ઓફિસમાંથી નીકળ્યા બાદ વડોદરા પહોંચ્યા હતાં. જ્યાં પતિ ર્કિતીસ્તંભ ગયા હતાં. સુરતની કોમલ ઇકોમાંથી ઉતરી પતિની કારમાં બેઠી હતી. બંને જણમંદિરે ગયા પછી ખાઉધરા ગલીમાં નાસ્તો કરવા ગયા હતાં. ત્યારપછી તેઓ ચા પીવા રોકાયા હતાં. ત્યાંથી નર્મદા ગેસ્ટહાઉસમાં બંને જણ ગયા હતાં. તેમણે અભયમની મદદ લઇ રુમ ખખડાવીદરવાજો ખોલાવતાં પતિએ શર્ટ કાઢેલું હતું જ્યારે મીની ગાઉન પહેરેલા પેલા બહેન રૂમની અંદર ભરાઇ ગયા હતાં.

પતિ 2 વર્ષથી છેતરતો હતો

2017થી પતિ છેતરી રહ્યો છે. અગાઉ તેને સમજાવવા માટે સચિવાલયમાં પણ ગઇ હતી પરંતુ પતિએ કાયદા બતાવતાં છેવટે બંનેને રંગેહાથ પકડ્યા હતાં. કોમલે મંગળસૂત્ર પહેરેલું હતું. ડિવોર્સીછે તો મંગળસૂત્ર કેમ પહેર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો