આબૂમાં હનીમૂન માટે ગયેલ પત્નીએ બીયર પીવાની ના પાડતા પતિએ વટાવી તમામ હદો..

આઠ દિવસના લગ્જીવનમાં પોરબંદરની એક યુવતીને વેદના મળી છે. આબુ ખાતે હનીમૂનમાં બીયર પીવાની ના પાડતા પતિએ માર મારતા ચકચાર જાગી છે. યુવતીએ પતિ સામે મહિલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક રહેતી એક યુવતિએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના લગ્ન અમદાવાદના ગોવર્ધન ગેલેકસી એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષિલ દિનેશ પટેલ સાથે થયા હતા. અમદાવાદથી હનીમુન માટે તેઓ આબુ ગયા હતા. ત્યાં એક હોટલમાં રૂમબુક કરાવ્યો હતો. બાદ પતિએ બહારથી બિયરની 3 બોટલ મંગાવી હતી. તેમાંથી એક બોટલ પોતે પી ગયો હતો તથા બીજી બોટલ પીવા લાગ્યો ત્યારે પત્નીને બીયર પીવા માટે અને સાથ આપવા જણાવ્યું હતું પરંતુ આ યુવતિએ બીયર પીવાનો ઇન્કાર કર્યો હતો. ઉશ્કેરાઈ તુ મારી સાથે બીયર કેમ પીતી નથી’ કહીને ગાળો બોલવા લાગ્યો હતો અને કમરના ભાગે લાત મારી દેતા આ યુવતિ પથારી ઉપર પડી ગઇ હતી અને ત્યારબાદ પણ બિયર પીવા માટે દબાણ કરતા યુવતીએ પોતે પીવાની નથી તેમ કહેતા ઉશ્કેરાઇ ગયેલા પતિએ ઢીકાપાટુનો માર માર્યો હતો.

એટલું જ નહીં પરંતુ હાથના મુક્કા વડે માથા, મોઢાના ભાગે અને આંખ ઉપર મુંઢ ઇજા થઇ હતી. હોટલના કાઉન્ટર ઉપર જઇને વાત કરી હતી. ત્યારબાદ હોટલના સંચાલકે સાથે રૂમમાં આવીને યુવતિનો ફોન અપાવ્યો હતો એ ફોનમાંથી આ યુવતિએ તેના સસરા દિનેશ પટેલને ફોન કરી સમગ્ર હકીકત કહી હતી અને બીયર વાળી વાત કોઈ ને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જણાવ્યું હતું.

બીજા દિવસે સાસુ-સસરા તથા નણંદ અને માસાજી વગેરે આબુ તેડવા માટે આવ્યા હતા અને આબુ હોસ્પિટલમાં સારવાર અપાવી બન્નેને અમદાવાદ લઇ ગયા હતા અને ત્યાંથી આ યુવતિએ તેના ભાઇને જાણ કરતા તેનો ભાઇ અમદાવાદથી પોરબંદર પીયર તેડી આવ્યો હતો અને ત્યારબાદ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં પણ સારવાર કરાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો