અમદાવાદમાં એક મહિલા તેના પતિને જેઠાણી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પત્નીનું મોઢું દબાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

રાજ્યમાં આજકાલ સંબંધોને લાંછનરૂપ એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેણે સાંભળીને કદાચ આપણને વિશ્વાસ ના પણ થાય. હંમણાં થોડા દિવસ પહેલા સુરતના વેવાઈ અને વેવાણનો કિસ્સો સોશિયલ મીડિયોમાં જોરદાર ચગ્યો હતો. આજે અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ એવી ફરિયાદ નોંધાવી કે સૌ કોઈ હાજર સ્ટાફ પણ આશ્ચર્યમાં મૂકાયો હતો. અમદાવાદના થલતેજમાં પતિ અને જેઠાણી વચ્ચે શારીરિક સંબંધો હોવાના કારણે પતિ મારા પર અત્યાચાર અને દહેજની માંગણી કરતી ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના થલતેજમાં એક મહિલાએ તેના પતિને જેઠાણી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા મહિલાએ આ ઘટના અંગે અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર થલતેજમાં મહિલા જેવી પોતાના બેડરૂમ તરફ ગઈ તો તેનો પતિ અને તેની જેઠાણી કઢંગી હાલતમાં બેડ પર હતા. ત્યારબાદ પતિએ તેની પત્નીને ઢોર માર મારીને આ સંબંધો વિશે કોઈને પણ જાણ કરશે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે, મારા પતિને શારીરીક તકલીફ હોવાથી તે ગંદા વીડિયો બતાવતો હતો અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો.

એક દિવસ તો હદ થઈ ગઈ. પતિએ પોતાની પત્નીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની માંગણી કરી હતી, જ્યારે મહિલાએ આ વિશે ના પાડતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પત્નીનું મોઢું દબાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

આ મહિલાને પતિ તરફથી તો દુ:ખ હતું, બીજી બાજુ તેના સાસરિયાવાળાઓ પણ દહેજની માંગણી કરીને હેરાન કરતા હતા. દહેજ મામલે ઝઘડો થતા તેના જેઠે તેને ધમકી આપી હતી કે, તુ રૂપાળી છે તારી પર એસિડ ફેંકાવી દઈશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો