કોરોના મહામારીમાં રૂંવાળા ઊભા કરનારી તસવીર આવી સામે: પતિને હોસ્પિટલમાં બેડ ન મળ્યો, રિક્ષામાં મોઢેથી શ્વાસ આપતી રહી પત્ની પણ ન બચાવી શકી

કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં ઘાતક સાબિત થઇ છે. સેકન્ડ વેવમાં દેશમાં રોજ સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેને કારણે દેશની હોસ્પિટલોમાં ઓક્સિજન અને પૂરતા પ્રમાણમાં બેડ મળી રહ્યા નથી. એજ કારણ છે કે કોરોના દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે આગ્રામાંથી એક રૂંવાળા ઊભા કરનારી તસવીર સામે આવી છે.

શુક્રવારે બપોરે એક મહિલા પોતાના પતિને રિક્ષામાં એસએન મેડિકલ કોલેજ લઇ પહોંચી. પતિને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. પત્નીએ મોઢાથી પતિને શ્વાસ આપવાનો પ્રયાસ કર્યો, છતાં પતિને બચાવી શકી નહીં.

આવાસ વિકાસ સેક્ટર સાત નિવાસી 47 વર્ષીય રવિ સિંઘલની તબિયત ખરાબ થઇ હતી, શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે તેમના પત્ની રેનૂ સિંઘલ પરિજનોની સાથે રવિને લઇ શ્રીરામ હોસ્પિટલ, સાકેત હોસ્પિટલ અને કેજી નર્સિંગ હોમ લઇને પહોંચ્યા. પણ બેડ ખાલી ન હોવાના કારણે દર્દીને કશે પણ દાખલ કરવામાં આવ્યા નહીં.

આખરે પત્નિ રેનૂ પતિને લઇ એસએન મેડિકલ કોલેજ પહોંચી. રસ્તામાં તે પતિને વારે વારે મોઢા દ્વારા શ્વાસ આપવાનો પ્રયાસ કરતી રહી. એસએન મેડિકલ કોલેજમાં ડૉક્ટરોએ રવિ સિંઘલને જોયા પછી તેમને મૃત જાહેર કરી દીધા. પત્નીને સાંભળી વિશ્વાસ થયો નહીં. તેમના આંસૂ થંભવાનું નામ નહોતા લઇ રહ્યા.

એસએન મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડમાં પહોંચેલા 70 વર્ષીય ગોવિંદ પ્રસાદને દાખલ કરવામાં આવ્યા નહીં. તેમને તાવ આવી રહ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. વિભવ નગર નિવાસી રાજકુમારને પેટમાં તકલીફ હતી. તેને પણ દાખલ કરવામાં આવ્યો નહીં. કહેવામાં આવ્યું કે ગંભીર દર્દીઓને જ ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

રૂનકતાના સંતોષને પરિજનો રિક્ષા દ્વારા બપોરે દોઢ વાગ્યે પ્રભા હોસ્પિટલ લઇને પહોંચ્યા. અડધો કલાક સુધી પરિજનો હોસ્પિટલની બહાર દાખલ થવા માટે રાહ જોતા રહ્યા. ત્યાર પછી કહેવામાં આવ્યું કે હોસ્પિટલમાં બેડ ખાલી નથી. દર્દીને ઉલટીની સાથે શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી.

ઓક્સિજન સંકટના કારણે 34 ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓ માટે જીવન રક્ષક ઉપકરણો જ ઉપલબ્ધ નથી. 34 કોવિડ હોસ્પિટલોમાં હાઈફ્લો ઓક્સિજન ગેસ પૂરતા પ્રમાણમાં ન મળવાના કારણે 350થી વધારે નેઝલ કૈનુલા, બાઈપેપ, વેન્ટિલેટર બંધ થઇ ગયા. દર્દીઓને સીધા સિલિન્ડર દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો