અમદાવાદમાં સામે આવ્યો વિશ્વાસ ના થાય તેવો કિસ્સો.. શોખ પૂરા કરવા પત્ની બની ગઈ કોલગર્લ, પતિ પાસે તમાશો જોવા સિવાય નથી રહ્યો કોઈ ઓપ્શન

28 વર્ષની રુપલ લોકોને પોતાની ઓળખ એક મોડેલ તરીકે આપે છે. ઈન્સ્ટાગ્રામમાં તેના ફોટા જોઈ ભલભલા પાણી થઈ જાય તેવો ગ્લેમરસ તેનો લૂક છે. તેની કાતિલ અદાઓ જોઈને કોઈ કહી ન શકે કે રુપલ ત્રણ વર્ષના એક બાળકની મા છે. રુપલ પોતાની ફેમિલી સાથે અમદાવાદના એક પોશ એરિયામાં રહેતી, અને ઘરે મોડી રાત્રે આવવાની તેની આદત પાડોશીઓમાં પણ ક્યારેક ચર્ચાનો વિષય બનતી.

રુપલનો પતિ મિત કહેવા ખાતર તો એસ્ટેટ બ્રોકિંગ ઉપરાંત ઈવેન્ટ મેનેજમેન્ટથી લઈને બીજા એવા ઘણા પ્રકારના ધંધા કરે છે, પરંતુ તેમાં તે કમાય છે ઓછું અને ગુમાવે છે વધારે. બીજી તરફ, રુપલના અરમાન પહેલાથી જ આસમાન સર કરવાના હતાં, અને તેના માટે તે ગમે તે કરવા તૈયાર હતી. પોતાના શોખ પતિ કોઈ હાલતમાં પૂરા કરી શકે તેમ નથી તે વાત પણ રુપલ સારી રીતે જાણતી હતી.

આખરે મિતના એક ફ્રેન્ડ મારફતે રુપલને મોડેલિંગનું એક નાનકડું અસાઈન્મેન્ટ મળ્યું. અમદાવાદ જેવા શહેરમાં મળેલા આ નાનકડા પ્રોજેક્ટમાં રુપલને કંઈ ખાસ કમાણી તો નહોતી થવાની પરંતુ તેનાથી એક શરુઆત તો ચોક્કસ થવાની હતી. તેના ગ્લેમરસ લૂકને કારણે તેને છવાઈ જવામાં જરાય વાર ન લાગી, અને પછી તો તેને આવા જ નાનામોટા કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા. થોડા સમયમાં તો રુપલના ફોટાવાળા હોર્ડિંગ્સ પણ શહેરમાં દેખાવા લાગ્યા.

પોતાને જે જોઈતું હતું તે રુપલના હાથમાં આખરે આવવા લાગ્યું. હવે તેને કોઈ રોકી શકે તેમ નહોતું. રુપલ અમદાવાદની બહાર પણ જવા લાગી હતી. ક્યારેક તો કોઈ પ્રોજેક્ટ માટે તેને દિવસો સુધી ઘરની બહાર પણ રહેવું પડતું. બહારની દુનિયા તેણે ફિલ્મોમાં જોઈ હતી બિલકુલ તેવી જ હતી. એકદમ ગ્લેમરસ અને ઝાકઝમાળથી ભરપૂર.

અમદાવાદમાં રહેલી રુપલે ક્યારેય દારુ જોયો પણ નહોતો, પણ હવે તેને ડ્રિંક લેવાની આદત પડવા લાગી હતી. ક્યારેક તો વાત ડ્રગ્સ સુધી પહોંચતી. એક સમયે કંઈક ખરીદવું હોય તો પૈસા માટે પતિ સામે હાથ લંબાવતી રુપલ પાસે હવે પૈસાની કોઈ કમી નહોતી. ફાઈવ સ્ટાર હોટેલ્સમાં રહેવું, મોંઘા કપડાં અને બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવી હવે તેના માટે સામાન્ય વાત હતી.

રુપલ જે દુનિયામાં મ્હાલી રહી હતી તેમાં એકબીજા સાથે મોડી રાત સુધી ફરવું, પાર્ટીઓ કરવી ખૂબ જ સહજ વાત હતી. આ પાર્ટીઝમાં ક્યારેક-ક્યારેક એકબીજાને ટચ કરવાથી લઈને કિસિંગ સુધી પણ મામલો પહોંચી જતો. વાત આટલા પૂરતી જ મર્યાદિત હોય તો વાંધો નહોતો, પરંતુ રુપલ તો એક એવા લપસણા રસ્તે દોડી રહી હતી કે જેમાં ઉભા રહેવું શક્ય જ નહોતું.

મોડેલિંગની દુનિયામાં જે છોકરી ‘ફ્રી માઈન્ડ’નું ન હોય તેને દેસી ગણવામાં આવે છે. આ ફ્રી માઈન્ડનો કોન્સેપ્ટ બીજું કંઈ નહીં પણ માત્ર ફ્રી સેક્સ સાથે જ સંકળાયેલો હોય છે. પોતાને ગમે તે ભોગે મોર્ડન સાબિત કરવા મથતી રુપલને પણ તેની લત લાગવા લાગી. ક્યારેક કોઈ પુરુષ મોડેલ સાથે, તો ક્યારેક કામ મેળવવા કોઈ વ્યક્તિ સાથે, હવે તો તેને ગમે તેની સાથે સૂવામાં પણ વાંધો નહોતો. બસ શરત એટલી કે તે જે ધારે તે તેને મળવું જોઈએ.

આમ કરતાં કરતાં જ રુપલ ક્યારે મોડેલ કમ કોલગર્લ બની ગઈ તેની તેને પોતાને જ ખબર ન રહી. તેના કોન્ટેક્ટ્સમાં રહેલા મોટા-મોટા બિઝનેસમેનથી માંડીને અનેક વગદાર લોકો હવે તેના ક્લાયન્ટ બની ચૂક્યા હતા. હવે તો સ્થિતિ એવી આવી ગઈ છે કે, તે એક રાતનો પાંચ આકડાંમાં ચાર્જ કરે તો પણ ક્લાયન્ટ તેને હસતા-હસતા આપી દે છે, અને મોંઘી-મોંઘી ગિફ્ટ્સ તો અલગ.

આમ તો રુપલ મોડેલિંગમાં ઠીકઠાક કમાઈ લેતી હતી, પરંતુ હવે તેના શોખ એટલા બધા વધી ચૂક્યા છે કે તે માત્ર મોડેલિંગથી પૂરા થઈ શકે તે અશક્ય છે. તેનો પતિ તો ક્યારેય એટલો સદ્ધર હતો જ નહીં કે તે રુપલની ઈચ્છાઓ પૂરી કરી શકે. પોતાના શાહી શોખ પૂરા કરવા માટે રુપલ કોલગર્લ બની ચૂકી છે. તેનો પતિ પણ આ વાત સારી રીતે જાણે છે, પરંતુ તેની પાસે કોઈ ઓપ્શન નથી.

સંયુકત પરિવારમાં રહીને રુપલ પોતાની લાઈફસ્ટાઈલ અને કામને એડજસ્ટ કરી શકે તેમ નહોતી, એટલે તેણે અલગ રહેવા જવાની પતિ સામે વાત મૂકી. પતિ તેના માટે તૈયાર ન થયો, અને ઘરમાં થોડા જ સમયમાં જોરદાર ઝઘડા થવા લાગ્યા. રોજેરોજનો આ તમાશો જોઈ રુપલના સાસુ એ હદે ત્રાસી ચૂક્યા હતા કે તેમણે આપઘાત કરી લીધો. પરંતુ રુપલના પેટનું તેનાથી પાણી પણ ન હાલ્યું.

આજે એવી સ્થિતિ છે કે રુપલ તેના બાળકને પતિના ઘરે મૂકીને અલગ જતી રહી છે. અમદાવાદમાં જ તે એક લક્ઝુરિયસ ફ્લેટમાં રહે છે, જેનું ભાડું તેના પતિની છ મહિનાની આવક કરતાં વધારે છે. સફળતાના નશામાં ચકચૂર બનેલી રુપલ કોઈ પ્રકારની જવાબદારી સંભાળવા કે બંધનમાં બંધાવવા માટે તૈયાર નથી. પોતાના બાળક સામે જોવા પણ તે તૈયાર નથી.

હવે રુપલ તેના પતિ પાસે છૂટાછેડા માગી રહી છે. પતિ તેના માટે તૈયાર નથી, પરંતુ રુપલ તેને જોઈએ એટલા રુપિયા આપવાની ખૂલ્લી ઓફર આપી રહી છે. રુપલના ધંધાથી તેનો પતિ જરાય અજાણ નથી, પરંતુ રુપાળી પત્નીને કારણે માને ગુમાવી ચૂકેલા અને પરિવારમાં બરબાદી જોઈ રહેલા મિત પાસે પત્નીના તમાશા જોયા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી બચ્યો.

(તમામ પાત્રોના નામ બદલ્યાં છે)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો