અમદાવાદ : પતિ-પત્ની ઓર વોના કિસ્સાનો કરૂણ અંજામ, ‘તું તો લફડા વાળી છે,’ એવું કહીને ત્રાસ આપતા મામલો પોલીસમાં પહોચ્યો

અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાનો આક્ષેપ છે કે તેના લગ્નના દસેક વર્ષ બાદ તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પણ તેના પતિ અને સાસુને જાણ થતા તેણે માફી માંગી હતી. પણ બાદમાં આ વાતને લઈને સાસરિયાઓ ત્રાસ અપાતા હતા અને બદચલન જેવા શબ્દો કહી અપમાનિત કરતા હતા. એક દિવસ ઝગડો થતા તેને કાઢી મુકવાની વાત કરી બાળકો ન સોંપતા યુવતીએ રોડ પર ફેરિયાની લારીમાંથી બ્લીચિંગ પી લેતા તેને સારવાર અર્થે ખસેડી હતી. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાપુનગરમાં રહેતી 30 વર્ષીય યુવતી અગરબત્તી ના કારખાનામાં નોકરી કરે છે. પંદરેક વર્ષ પહેલા તેના લગ્ન એક યુવક સાથે થયા હતા જેનાથી સંતાનમાં તેને એક પુત્ર અને એક પુત્રી છે. આજથી પાંચેક વર્ષ પહેલા આ યુવતીને જીગ્નેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ યુવતીના પતિ અને સાસુને થતા તેને આ બાબતે માફી માંગી હતી. બાદમાં પતિ પત્નીએ લખાણ કરી સમાજની રુહે તેને પરત તેના ઘરે રાખી હતી.

બાદમાં તેની સાસુ સહિતના લોકો આ યુવતીને તું તો લફળાવાળી છે અને બદચલન હોવાનું કહી તેને ત્રાસ આપતા હતા. બાદમાં તેનો પતિ અવાર નવાર અલગ અલગ વાતોને લઈને તેને માર પણ મારતો હતો. આટલું જ નહીં તેની દેરાણી તેને આબરૂ વગરની કહી તેને કાઢી મૂકી તેના પતિને બીજે પરણાવી દેવાનું કહી ત્રાસ ગુજરાતી હતી. યુવતી સાથે ઝગડા કરી તેને કાઢી મુકવાની ધમકી પણ સાસરિયાઓ એ આપી હતી.

અને એક દિવસ તેની નણંદ આવી ગઈ હતી અને ઝગડો કરતા તેને બાળકો આપવાની મનાઈ કરતા રોડ પર ફેરિયાની લારીમાંથી આ યુવતી બ્લીચિંગ પી જતા તેને સારવાર અર્થે ખસેડી હતી. સમગ્ર બાબતને લઈને યુવતીએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો