સગા-સંબંધી કે પાડોશી ન આવતા પત્નીએ એકલા જ કરવા પડ્યાં પતિના અંતિમ સંસ્કાર, આ કારણે મુખાગ્નિ માટે કરતી રહી ઇન્કાર

અલીગઢ: કિડની ખરાબ હોવાથી પતિનું મોત થઈ ગયું હતું. પત્ની સુલેખા આશા વર્કર છે. ઘરમાં ત્રણ નાની દીકરી છે. પતિની લાશ ઘરમાં જ પડી હતી. મોતના સમાચાર મળ્યાં બાદ પણ પાડોશમાંથી કોઈ આવ્યું ન હતું. ઘર નજીક જ થોડે દૂર રહેતો દિયર પણ ન આવ્યો. કોઈ કારણથી લોકો સુલેખાના ઘરથી દૂર જ રહ્યા હતા. પતિના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા તે વિચારતાં વિચારતાં રાત પડી ગઈ હતી. સગા-સંબંધી ન આવતા સુલેખાએ તેણી જે હેલ્થ સેન્ટર ખાતે કામ કરતી હતી તેના ડૉક્ટરને ફોન કર્યો હતો. સુલેખાની વાત જાણ્યા બાદ ડૉક્ટર થોડા લોકોને લઈને તેણીના ઘરે પહોંચ્યા હતા. તમામ વ્યવસ્થા કરવામાં આવી પરંતુ સુલેખાએ તેના પતિને મુખાગ્નિ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

સ્વાસ્થ્ય કેન્દ્રના ડૉક્ટર અને એક સંસ્થાની મદદથી સુલેખાના પતિના મૃતદેહને સ્મશાન ઘાટ લાવવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર માટે જરૂરી સમાન ભેગો કરવામાં આવ્યો હતો. ચિતા ગોઠવી દેવામાં આવી હતી. મુખાગ્નિ આપવાની જ રાહ હતી. સુલેખા સાથે તેમના સંબંધીઓ કે તેમના પાડોશીઓ કોઈ આવ્યું ન હતું. સુલેખાને કોઈ દીકરો પણ ન હતો. ફક્ત ત્રણ દીકરી છે.

લોકોએ સુલેખાને કહ્યું કે, તમે જ પતિની ચિતાને મુખાગ્નિ આપો. જોકે, સુલેખાએ આવું કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સુલેખાએ કહ્યું કે, જે પતિએ પ્રેમ આપ્યો તેને મુખાગ્નિ કેવી રીતે આપું. લોકોની સમજાવટ બાદ સુલેખાએ તેના પતિને મુખાગ્નિ આપ્યો હતો.

સુલેખાએ જ્યારે ફોન પર ડૉક્ટરની તમામ વાત કહી ત્યારે બાદ ડૉક્ટર આશુ સેક્સેના એક બીજી આશા વર્કરની મદદથી સુલેખાના ઘરે પહોંચ્યા હતા. પહેલા તો ડૉક્ટરે પાડોશીઓને સંભળાવ્યું હતું. જે બાદમાં એક સંસ્થા ઉપકરના અધ્યક્ષ વિષ્ણુ કુમાર બંટીને ફોન કરીને તમામ હકીકત કહી હતી. સંસ્થાના અધ્યક્ષ તાત્કાલિક એક ગાડી અને અમુક લોકો મોકલ્યા હતા. મૃતદેહને ગાડીમાં સ્મશાનઘાટ લઈ જવામાં આવ્યો હતો. તમામ સમાન એકઠો કરીને સુલેખાએ પતિના અંતિમ સંસ્કાર કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો