અમદાવાદમાં પત્નીની ચોંકાવનારી ફરિયાદ: ‘સાહેબ મારો પતિ શારીરિક સુખ આપતો નથી, સ્ત્રી મિત્રો સાથે વધુ રહે છે’

અમદાવાદ શહેરમાં (Ahmedabad) રહેતી એક યુવતીએ (Wife) તેના સાસરિયાઓ (In Laws) સામે ફરિયાદ (complain) નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેના સાસરિયાઓ દહેજમાં (Dowry) લાખો રૂપિયા માંગી તેની સાથે મારઝૂડ કરતા હતાં. આટલું જ નહીં પણ તેનો પતિ (Husband) સ્ત્રી મિત્રો સાથે વધુ રહેતો અને તેને શારીરિક સુખ (Physical Satisfaction) આપતો નહોતો. સમગ્ર બાબતો ને લઈને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે (Police) તપાસ શરૂ કરી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ‘સાહેબ મારો પતિ શારિરીક સુખ આપતો નથી, સ્ત્રી મિત્રો સાથે વધુ રહે છે’ આમ એક પત્નીની આવી ચોંકાવનારી ફરિયાદના કારણે ચકચાર મચી છે. જોકે, સામાન્ય રીતે લગ્ન સંબંધોના ખટરાગમાં આવી બાબતો જોવા મળતી હોય છે પરંતુ ફરિયાદમાં આવો ઉલ્લેખ થતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શહેરના દાણીલીમડામાં રહેતી 20 વર્ષીય યુવતી બે માસથી પિયરમાં રહે છે. વર્ષ 2020 માં તેના લગ્ન થયા હતા અને લગ્ન બાદ તે સાસરે જામનગર રહેવા ગઈ હતી. બે માસ સુધી સાસરિયાઓ એ આ યુવતીને સારી રીતે રાખી હતી પણ બાદમાં તેનો પતિ દારૂ પીને આવી તેની સાથે ઝગડા કરવા લાગ્યો હતો.

યુવતીની મોટી નણંદ ના લગ્ન થઈ ગયા હોવા છતાં તે પિયરમાં સંતાનો સાથે રહેતી અને આ યુવતીના પતિને ખોટી ચઢામણી કરી દહેજમાં કઈ લાવી નથી તેમ કહી ફકીર ની દીકરી કહી તેને છોડી દેવા કહેતી હતી.

આ બાબતોને લઈને તેનો પતિ ઝગડા કરતો અને પિયરમાંથી 3 લાખ લઈ આવવા જણાવતો. સાથે જ યુવતીની નણંદોઈ પણ તેને ફકીર ની દીકરી કહી દહેજ માં કઈ લાવી નથી તેમ કહી ત્રાસ આપતો હતો. યુવતીનો પતિ રાત્રે મોડો ઘરે આવે તો યુવતી કઈ કહે તો તેને સાસરિયાઓ નોકરાણી કહીને તેના પતિને કઈ બોલવાનું નહિ તેમ કહી તેને ચૂપ કરાવી દેતા હતા.

યુવતીનો પતિ સ્ત્રી મિત્રો સાથે વધુ સમય રહેતો અને યુવતીને શારીરિક સુખ ન આપતા યુવતી તેની સાથે આ બાબતે કઈ વાત કરે તો તેને તું ગમતી નથી છૂટાછેડા આપી દે કહી ત્રાસ આપતો હતો. આખરે કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો