રાજકોટના સાથી સેવા ગ્રુપની પ્રશંસનીય કામગીરી, 300 કિલો વજન ધરાવતી મહિલાનું શરીર સડી ગયું, પતિ દુબઇમાં, હોસ્પિટલ ખસેડાયા

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેનનું વજન 300 કિલો આસપાસ હોવાને કારણે હરીફરી શકતા ન હતા. છેલ્લા 15થી 20 દિવસથી એક જ રૂમમાં રહેતા હતા. તેમનું શરીર સડી જવાને કારણે તેઓ અસહ્ય પીડા સહન કરી રહ્યાં હતા. પરંતુ સરલાબેનની મદદે રાજકોટનું સાથી સેવા ગ્રુપ આવ્યું હતું. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ તેમના ઘરે પહોંચી હતી અને તેમને ફાયરબ્રિગેડની મદદથી ગાડીમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સરલાબેનના પતિ દુબઇમાં મજૂરી કામ કરી રહ્યાં છે.

જલ્પાબેન પટેલે સરલાબેનને હોસ્પિટલ ખસેડવા માટે પહેલા ત્રણ એમ્બ્યુલન્સ મંગાવી હતી. પરંતુ તેમનું વધારે વજન અને શરીરની દયનીય સ્થિતિ જોઇ એમ્બ્યુલન્સમાં રાખવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. બાદમાં જલ્પાબેન પટેલે રાજકોટ ફાયરબ્રિગેડની મદદથી તેમની ગાડીમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલમાં પણ બેડ પર સુવડાવાને બદલે નીચે સુવડાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. આથી સાથી સેવા ગ્રુપે રોષ વ્યક્ત કરતા બેડ પર સુવડાવવામાં આવ્યા હતા.

15થી 20 દિવસ પહેલા સરલાબેન ચાલતા હતાઃ જલ્પાબેન પટેલ
જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, ત્રણ એમ્બ્યુલન્સ મગાવી પણ બહેનનું વજન વધારે હોવાથી લઇ જઇ શકાયા નહીં. આખરે રાજકોટ ફાયરબ્રિગેડની ટીમની મદદ લેવાઇ અને તેમની ગાડીમાં હોસ્પિટલે ખસેડાયા હતા. વધારેમાં વધારે અમે એવું જ ઇચ્છીએ છીએ કે સરલાબેનની તબિયત જલ્દીમાં જલ્દી સારી થાય. તેમનું શરીર સડી ગયું છે એટલે ચાન્સિસ બહુ જ ઓછા છે. 15થી 20 દિવસ પહેલા સરલાબેન ચાલતા હતા. પરંતુ આજે તેમનું પેટ ફાટી ગયું છે અને પગ સુધીનું શરીર સડી ગયું છે.

જલ્પાબેને વધુમાં જણાવ્યું હતું કે, હાથનો ભાગ પણ સડી ગયો છે. છતાં તેમની હિંમત સારી છે કે તેમનું આટલું વજન અને પીડા હોવા છતાં તેઓ દુઃખી નથી. આવી હાલતમાં કોઇ વ્યક્તિ હસતા મોઢે જીવન જીવતું હોય તેવું અમે પહેલીવાર જોયું છે. તેમના પતિ દુબઇમાં 10 વર્ષથી મજૂરી કરે છે અને અહીં તેમનો 13 વર્ષનો પુત્ર અને સરલાબેન જ રહે છે. રમવાની ઉંમરે પુત્ર તેની માતાની સેવા કરતો જોઇ અમે પણ ચોંકી ગયા હતા. હાલ સરલાબેનની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. વધારે સારવાર માટે અમદાવાદ લઇ જવા પડે તો લઇ જઇશું.

રાજકોટના કિસાનપરા ચોકમાં બે મહિના પહેલા ચોંકવનારો કિસ્સો સામે આવ્યો હતો. કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા હતા. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને આ કૃત્ય કર્યુ હતું. સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો