ઘોર કળયુગ: અમદાવાદમાં વિધવા માને ઘરમાંથી કાઢીને દીકરા-પુત્રવધૂએ જાનથી મારી નાખવાની ધમકી આપી

આ કળયુગ છે તેના પુરાવા આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા થોડા સમયમાં કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન વૃદ્ધ મા-બાપને ઘરમાંથી કાઢી મૂક્યા હોય તેવી કેટલીક ઘટનાઓ સામે આવી છે. હવે વધુ એક આવી ઘટના બની છે જ્યાં વિધવા માને દીકરાએ ઘરમાંથી તગેડી મૂકી અને મારી નાખવાની ધમકી આપી છે. જુહાપુરામાં રહેતા 67 વર્ષીય વિધવા શહેનાઝ મલેકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરા ઈરફાન મલેક અને તેની પત્ની રિઝવાના સામે ફરિયાદ નોંધાવી છે. શુક્રવારે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, દીકરા અને પુત્રવધૂએ ઘરમાંથી કાઢી મૂકી છે અને જો પાછી આવી તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

શહેનાઝ મલેકે ફરિયાદમાં જણાવ્યું કે, તેમના પતિ યાસીન મલેક AMTSમાં સિનિયર ક્લાર્ક હતા અને 2008માં તેમનું નિધન થયું હતું. “શહેનાઝ મલેક દીકરા ઈરફાન અને પુત્રવધૂ રિઝવાના સાથે જુહાપુરામાં રહેતા હતા. શહેનાઝને અસ્થમા હોવાથી તેઓ શ્વાસ લેવા માટે મશીનનો ઉપયોગ કરે છે. 20 સપ્ટેમ્બરે તેઓ એ મશીનનો ઉપયોગ કરતાં હતા ત્યારે તેમના દીકરાએ આવીને કહ્યું કે, મશીનના અવાજથી તેને ઓનલાઈન ક્લાસ લેવામાં તકલીફ પડી રહી છે. આમ કહીને તે શહેનાઝ મલેક સાથે ઝઘડવા લાગ્યો હતો. રિઝવાનાએ પણ તેમને અપશબ્દો કહ્યા હતા. મલેકે એ વખતે પણ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો પરંતુ સગા-સંબંધીઓની સમજાવટથી મામલો થાળે પડી ગયો હતો”, તેમ વેજલપુર પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસકર્મીએ જણાવ્યું.

FIR પ્રમાણે, બીજા દિવસે શહેનાઝ મલેક નજીકમાં જ રહેતા તેમના બીજા દીકરા ઈલિયાસના ઘરે રહેવા જતા રહ્યા હતા. વેજલપુર પોલીસે કહ્યું, “એ પછીના દિવસે ઈરફાન અને રિઝવાના ઈલિયાસના ઘરે ગયા અને શહેનાઝ સાથે ઝઘડવા લાગ્યા હતા. ફરિયાદ પ્રમાણે, ઈરફાને માતાને ધમકાવ્યા હતા અને કહ્યું હતું કે જો તેના ઘરે રહેવા આવશે તો તેને જાનથી મારી નાખશે. શહેનાઝ મલેકે વકીલ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મોકલી છે. અરજીમાં તેમણે પોલીસને જણાવ્યું છે કે, તેઓ બીમાર હોવાથી અગાઉ ફરિયાદ નોંધાવી આવી શક્યા નહોતા. અમે ગુનો દાખલ કર્યો છે અને FIRમાં લગાવાયેલા આરોપોની તપાસ શરૂ કરી છે.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો