બાળકોને પેટના બળે ન સૂવુ જોઈએ, બાળકોની હાઈટ વધારવા માટે તેમને કેવા પોશ્ચરમાં સૂવડાવવા જોઈએ, એક્સપર્ટ પાસેથી જાણો અને શેર કરો

બાળક કયા પોશ્ચરમાં સૂઈ રહ્યું છે, પરિવાર તેના તરફ વધુ ધ્યાન નથી આપતા. માતા-પિતા વિચારે છે કે બાળક સૂઈ ગયું છે, તેથી શાંતિથી તેને સૂવા દો. ક્યાંક તેને ખસેડવાના ચક્કરમાં તેની ઊંઘ તૂટી ગઈ તો, બાળક રડવા લાગશે અને આખું ઘર પરેશાન થઈ જશે. પેરેટ્સે એ જાણવું જોઈએ કે ખોટી રીતે બાળકના સૂવાની આદત તેના સ્વાસ્થ્ય અને માનસિક વિકાસને અસર કરી શકે છે. આ મુદ્દે ડૉ. ટિંકલ રાની વાત કરી રહ્યા છે.

પેટના બળે બાળકોએ કેમ ન સૂવુ જોઈએ?
નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, બાળકોના પેટના બળે સૂઈ જવાથી તેમના વિકાસ પર અસર પડી શકે છે. આમ તો મોટા લોકોએ પણ પેટના બળે ન સૂવું જોઈએ. મોટાની તુલનામાં બાળકોએ આ પોશ્ચરમાં સોવું નુકસાનકારક હોય છે. આ રીતે સૂવાથી શ્વાસની ગતિ પર અસર પડે છે. ગુરુત્વાકર્ષણના કારણે શરીર નીચેની તરફ હોય છે, આવી સ્થિતિમાં શ્વાસ લેવામાં વધુ તકલીફ પડે છે.

હાઈટ વધારવામાં અડચણ- જે બાળકોને પેટના બળે સૂવાની આદત હોય છે, તેમને તેમની ઉંમરના બાળકોની તુલનામાં હાઈટનો ગ્રોથ ઓછો જોવા મળે છે. જો બાળકોની હાઈટ તેની ઉંમરના હિસાબથી નથી વધી રહી તો તે તેના સૂવાના પોશ્ચર પર ધ્યાન આપે.

બાળકોને કબજિયાતી સમસ્યા થઈ શકે છે- રાત્રે ખાવાનું ખાધા પછી શરીર એટલું એક્ટિવિટી નથી કરી શકતું જેટલી તે દિવસના સમયમાં કરે છે. રાતની ઊંઘ ગાઢ અને લાંબી હોય છે. આવી સ્થિતિ જો બાળકો રાતે આ પોશ્ચરમાં સૂવે છે, તો તેને પચો, કબજિયાત અને પેટમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે.

મગજ પર ખરાબ અસર પડી શકે છે- પેટના બળે સૂતી વખતે તકિયા પર ગરદન ઉપરની તરફ હોય છે. આ પોઝિશનમાં સૂવાથી ગરદનનું પોશ્ચર બગડી જાય છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશનને અસર થાય છે. આવું થવાથી માથામાં દુખાવો અને ભારેપણાની સમસ્યા પણ થઈ શકે છે.

કમરના દુખાવાની સમસ્યા- ઊંધા થઈને સૂવાથી કરોડરજ્જુના હાડકાનો શેપ બગડી જવાનું જોખમ રહે છે. લાંબા સમય સુધી આ રીતે સૂવાના કારણે આગળ જઈને બાળકોમાં કમરમાં દુખાવાની ફરિયાદ વધી શકે છે.

બાળકોને સૂવડાવવા માટે અપનાવો આ રીત

બાળકોને સીધા (પીઠના બળ) સૂવાની આદત પાડો.
ક્યારેક ક્યારેક બાજુ તરફ વળીને સૂવામાં કોઈ સમસ્યા નથી થતી.
બાળકના કમ્ફર્ટનું ધ્યાન રાખવું. તેની આસપાસ ખાલી જગ્યા રાખવી.
હવામાન અનુસાર, બાળકને છાતી સુધી ઢાંકીને સૂવડાવો.
બાળકને પાતળું ઓશીકું આપો, જેથી ગરદન વધારે ઉંચી ન રહે.
વધારે નરમ ગાદલા બાળકોને ન સૂવડાવો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો