શિયાળામાં સૂંઠનો ઉપયોગ કેમ વધારવો જોઈએ? સૂંઠના અઢળક ફાયદા જાણો અને શેર કરો

શિયાળામાં શરદી અને ચેપથી બચવા માટે તમે તમારા આહારમાં ઘણા ખોરાકનો સમાવેશ કરી શકો છો. સૂંઠ પણ તેમાંથી એક છે. સૂકા આદુંના પાઉડરને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુંની જેમ ગરમ છે. આથી સૂંઠ ખૂબ ઓછી માત્રામાં લેવી ફાયદાકારક છે. સૂંઠનું વધુ પડતું સેવન કરવાથી હાર્ટ બર્ન, પાચક રોગો અને ઝાડા થવાનું જોખમ વધી જાય છે.

સૂંઠના અઢળક ફાયદા

આદુંની જેમ જ સૂંઠ પાઉડરમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, સોડિયમ, વિટામિન-એ, વિટામિન-સી, જસત, ફોલિક એસિડ, ફેટી એસિડ, પોટેશિયમ જેવાં પોષક તત્ત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે આપણી ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાની સાથે- સાથે આપણા શરીરને ઉધરસ-શરદી અને આધાશીશી જેવા અન્ય રોગોથી પણ બચાવે છે.

શિયાળામાં થતા માથાના દુખાવામાં સૂંઠના સેવનથી રાહત મળે છે. સૂકા આદુંમાં આયર્ન જેવાં પોષક તત્ત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જેના કારણે શરીરના લોહીનું પરિભ્રમણ સારું રહે છે. તેનાથી મગજમાં યોગ્ય માત્રામાં ઓક્સિજન પહોંચે છે. સૂંઠ પેઇન કિલરનું પણ કામ કરે છે

સૂંઠમાં દુખાવો ઓછો કરવાનું ઔષધીય તત્ત્વ જોવા મળે છે. તેથી સૂકા આદુંને પ્રાકૃતિક પેઇન કિલર પણ કહેવામાં આવે છે. તેની ચા પીવાથી ‌પિરિયડ્સમાં થતા દુખાવામાં રાહત મળે છે. સૂંઠનો પાઉડર લગભગ તમામ પ્રકારની ક્રેમ્પથી રાહત અપાવવામાં કારગત છે.

સૂંઠ નિયમત લેવાથી પાચનતંત્ર સરળતાથી કામ કરે છે. જો તમે પેટને લગતી બીમારીથી એટલે કે ગેસ-અજીર્ણથી પરેશાન છો તો પછી આદું અથવા સૂંઠ ખાવાં તમારા માટે ફાયદાકારક રહેશે. તે મેટાબોલિક રેટમાં પણ વધારો કરે છે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તેને ગરમ દૂધ સાથે પણ ખાઈ શકો છો.

સૂંઠનું નિયમિત સેવન કરવાથી શરીરના કોલેસ્ટ્રોલનું લેવલ અને બ્લડ શુગર સ્તર નિયંત્રણમાં રહે છે. તેનાથી હાર્ટને લગતી બીમારીનું જોખમ પણ ઘટે છે.

ગર્ભાવસ્થા દરમિયાન સૂંઠનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ જ કારણ છે કે સગર્ભા સ્ત્રીઓને સૂંઠના લાડુ ખાવાની સલાહ આપવામાં આવે છે. પેટના રોગો ઉપરાંત તે મોર્નિંગ સિકનેસ અને ગભરામણથી પણ રાહત આપી શકે છે.

સૂંઠનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. સૂંઠમાં એ‌િન્ટફ્લેમેટરી અને એન્ટિબાયોટિક તત્ત્વો જોવા મળે છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો