કોરોના વાયરસના કહેર વચ્ચે આ વીડિયો જોઇ તમે પણ સમજી જશો સાબુથી હાથ ધોવાથી કેવી રીતે કિટાણુ દૂર ભાગી જાય છે

દુનિયાભરમાં 6000થી વધારે લોકોના મોતનું કારણ બની ચુકેલા કોરોના વાયરસનો હાલ સુધી ઇલાજ શોધી શકાયો નથી જોકે, ભારત સહિત અલગ-અલગ દેશોના વૈજ્ઞાનિક તેની દવા અને વેક્સીન બનાવવાને લઇને રિસર્ચ કરી રહ્યા છે. હાલ નિષ્ણાંત સ્વચ્છતા અને હાઇજીન પર ધ્યાન આપવાની વાત કરી રહ્યા છે. ખાસ કરીને હાથની સાફ-સફાઇ કરવી ખૂબ જરૂરી છે. કારણકે હાથથી સૌથી વધારે ચેપ ફેલાવવાનો ડર રહે છે. આ વચ્ચે એક સ્કૂલમાં બાળકોને સાબુથી હાથ ધોવાનું મહત્વ સમજાવે છે. એક શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જોકે, બાળકોને સમજાવવા શિક્ષિકાએ બેસ્ટ ઉદાહરણ આપ્યું છે.

આ વીડિયો ક્લિપને ટ્વિટર યુઝર લી ટ્રોટે તેના એકાઉન્ટ પર શેર કરી છે. લીએ કેપ્શન પણ લખ્યું છે સાબુથી હાથ ધોવા કેટલા મહત્વપૂર્ણ છે. બાળકોને સમજાવવા માટે એક પ્રાથમિક વિદ્યાલયના શિક્ષકે ડેમો આપ્યો છે. 49 સેકન્ડના વીડિયોમાં પાણીમાં તરતી કાળા મરીના પાવડરના કણોને કોરોના વાયરસ ગણાવ્યો છે. આ વાયરસ વાળ પાણીની અંદર આંગળી ડૂબાડે છે. તે બાદ આંગળી બહાર નીકાળે છે તેની પર કાળામરીના કણ લાગેલા હોય છે. હવે બાળકોને સમજાવે છે કે આપણા હાથ પર વાયરસ ચોંટી ગયા છે. તે બાદ તે સાબુના પાણીમાં આંગળી નાંખવા કહે છે. પછી તેને કાળા મરીના પાણીમાં આંગળી ડૂબાડવા કહે છે. આંગળી પર સાબુનો અંશ લાગેલો હોવાના કારણે કાળામરીના કણ તેની આંગળીથી દૂર ભાગી જાય છે. જેથી શિક્ષિકા સમજાવે છે કે સાબુથી હાથ ધોવા પર કેવી રીતે વાયરસ દૂર ભાગી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો