સામાન્ય પ્રજાને માસ્કના નામે લુંટનાર કેમ માસ્ક નથી પહેરતા? શું આ કાયદો તેમના માટે નથી? આ લોકોને કોણ દંડ કરશે?

હવેથી જાહેરમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં મંગળવારથી ગુજરાત હાઇકોર્ટના આદેશનો અમલ થશે. જેના પગલે કાલથી જ જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી એક હજાર રૂપિયાનો દંડનુ અમલીકરણ કરવામાં આવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ક્લિપ ખુબ જ વાયુવેગે વાયરલ થઇ રહી છે, જેમા ભાવનગરના વરતેજમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી એક પોલીસકર્મી માસ્ક પહેર્યાં વગર દંડી રહ્યો હતો. માસ્ક અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા જાહેરમાં માસ્ક ન પહેરતા લોકોને મોટો દંડ કરવાની ટકોર કરી હતી.

માસ્ક ન પહેરનારાને દંડ કરનારને દંડ કોણ કરશે?
સરકારી દંડ વસુલનારા સરકારી કર્મચારી જ નથી પહેરતા માસ્ક?
રસ્તા પર લોકોને રોકીને દંડ કરનારા જ નથી પહેરતા માસ્ક.
ASI કક્ષાના અધિકારી જ માસ્ક વગર નજરે પડ્યા.

કોરોના કાળમાં માસ્ક પહેરવાનો સરકારે નિયમ બનાવ્યો છે અને તેનું ઉલંઘન કરનારા પાસેથી દંડ વસુલવામાં આવે છે. પરંતુ જે લોકોને આ દંડ વસુલવાની સત્તા આપવામાં આવી છે તે જ લોકો માસ્ક વગર ફરી રહ્યાં હોવાનું સંદેશના કેમેરામાં કેદ થયુ છે. હવે સવાલ એ છે કે આવા લોકો પાસેતી દંડ કોણ વસુલશે? કે પછી માસ્ક પહેરવાનો નિયમ માત્રને માત્ર સામાન્ય લોકો માટે જ બનાવવામાં આવ્યો છે.

સરકારે માસ્ક ન પહેરનાર લોકોને દંડવાની સત્તા આપી છે. તેવા પોલીસ અને ટ્રાફીક પોલીસના જવાનો ઉપરાંત તેમની સહાયમાં રહેલા ટ્રાફીક બ્રીગેડના જવાનો છે પણ માસ્કનો ઉપયોગ કરતા નથી. આ એ લોકો છે જે રસ્તા પરથી માસ્ક પહેર્યા વગર પસાર થનારા લોકોને ઉભા રાખીને તેમની પાસેથી સરકારે નક્કી કરેલો દંડ વસુલે છે. પરંતુ તેઓ જ માસ્ક નથી પહેરતા આમ છતા તેમની પાસેથી કોઈપણ પ્રકારનો દંડ કોઈ વસુલતુ નથી. અહિં સવાલ એ ઉભો થાય છે કે, શું માસ્ક પહેરવાનો નિયમ વગ ધરાવતા લોકો માટે નથી? કારણ કે પાછલા કેટલાક દિવસોમાં મંત્રીઓ પણ માસ્ક વગર કેમેરામાં કેદ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો