ફ્રીમાં જમીન લેનારી ખાનગી હૉસ્પિટલ કોરોનાના દર્દીઓની મફત સારવાર કેમ નથી કરતી? સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના રોજ સામે આવી રહેલા નવા કેસોના કારણે સરકારી હૉસ્પિટલો પર દબાણ વધતું જઈ રહ્યું છે. એવામાં ખાનગી હૉસ્પિટલો પાસે મદદ લેવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ ખાનગી હૉસ્પિટલોમાં સારવાર ખૂબ મોંઘી થાય છે, જે દરેક દર્દીને પરવડે તેવું નથી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ તેની પર ગંભીર નોંધ લેતા કેન્દ્ર સરકાર પાસે ખાનગી હૉસ્પિટલો અંગે માહિતી માંગી છે. કોર્ટે બુધવારે પૂછ્યું છે કે જો ખાનગી હૉસ્પિટલો (Private Hospitals) મફતમાં કોરોના દર્દીઓનું સારવાર નથી કરતી તો સરકારે આ હૉસ્પિટલોને મફતમાં જમીન કેમ આપી?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બેન્ચનું નેતૃત્વ કરી રહેલી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ. એ. બોબડે એ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે, પ્રાઇવેટ હૉસ્પિટલો માટે સરકાર મફતમાં જમીન ફાળવે છે કે પછી ખૂબ સામાન્ય ચાર્જ લે છે. એવામાં આ હૉસ્પિટલોને આ મહામારીના સમયે સંક્રમિતોની મફતમાં સારવાર કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું કે શું પ્રાઇવેટ હૉસ્પિટલોમાં કોરોના વાયરસ સંક્રમિતોની સારવારને લઈ ખરેખર કોઈ મુશ્કેલી છે.
બેન્ચે સોલિસિટર જનરલેન તે પ્રાઇવેટ હૉસ્પિટલોની યાદી તૈયાર કરવા માટે કહ્યું છે જેઓને ચેરિટી ગ્રાઉન્ડ પર જમીન મફતમાં ફાળવવામાં આવી હતી. કોર્ટે એક સપ્તાહમાં તેનો રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે આપને આવી હૉસ્પિટલો વિશે જાણવું જોઈએ. આ હૉસ્પિટલોમાં ચેરિટી ગ્રાઉન્ડ પ શું કામ થાય છે.
આ મામલામાં સચિન જૈન નામના એક વ્યક્તિએ અરજી દાખલ કરી હતી, જેની પર સુનાવણી કરતાં કોર્ટે આ ટિપ્પણી કરી. સચિન જૈને અરજીમાં દાવો કર્યો હતો કે પ્રાઇવેટ હૉસ્પિટલ કોવિડ-19 દર્દીઓની સારવાર માટે 10થી 12 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે. જોકે, આ સારવારમાં કોઈ સર્જરી પણ નથી થતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..