સોની પરિવાર દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે જીપ સાથે ટ્રેલરની થઈ જોરદાર ટક્કર, 8 લોકોનાં કરૂણ મોત, 3 વર્ષની બાળકીનો આબાદ બચાવ

રાજગઢ (Rajgarh) જિલ્લાનું જીરાપુર શહેર એ સમયે હિબકે ચડ્યું, જ્યારે એક જ પરિવારના 6 લોકોની અર્થી એક સાથે ઊઠી. રાજસ્થાન (Rajasthan)માં માર્ગ અકસ્માત (Road Accident)નો શિકાર બનેલા સોની પરિવારના 6 લોકોના અંતિમ સંસ્કાર (Last Rites) જીરાપુરમાં કરવામાં આવ્યા. જ્યારે બે સંબંધીના અંતિમ સંસ્કાર મક્સીમાં કરવામાં આવ્યા. આ ઘટનાને સમગ્ર શહેરને હલાવીને રાખી દીધું છે. સોની પરિવાર સાથે થયેલી કરૂણ ઘટનાની જાણ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જતાં ત્યાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી જાણકારી મુજબ, સોની પરિવારના આ તમામ સભ્ય જીપ લઈને ખાટૂ શ્યામજીના દર્શન કરવા ગયા હતા. પરત ફરતી વખતે ટોંક જિલ્લામાં તેમની જીપ ટ્રેલર સાથે ટકરાઈ ગઈ અને 8 લોકોનાં કરૂણ મોત થઈ ગયા. મૃતકોમાં 4 પુરુષ, 2 મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાં ચાર લોકો ઘાયલ પણ થયા છે. આ તમામની સાથે એક ત્રણ વર્ષની બાળકી પણ હતી, જેનો આબાદ બચાવ થયો છે.

આ કરૂણ દુર્ઘટનાઓ ભોગ બનેલા શ્યામ સોની, રામ બાબૂ, લલિત, નયન, અક્ષિતા અને બબલીને સુંદર સોનીએ મુખાગ્નિ આપી. બબલીની બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી અને મે મહિનામાં તેના લગ્ન થવાના હતા. આ દરમિયાન સ્વર્ણકાર સમાજના પ્રતિનિધિ અને અનેક જનપ્રતિનિધિ પણ અહીં પહોંચ્યા. સુંદર સોનીની કાકાની દીકરી મમતા પતિ દિલીપ અને દીકરા અક્ષતના અંતિમ સંસ્કાર મક્સીમાં કરવામાં આવ્યા.

રાજગઢ જિલ્લાના સારંગપરુ નેશનલ હાઇવે-3 પર 7 મહિના પહેલા પણ ભીષણ દુર્ઘટના થઈ હતી. ગયા વર્ષે જૂન મહિનામાં સવારે 6 વાગ્યે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના 3 લોકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. બીજી તરફ, 4 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. તે સમયે સારંગપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઉમાશંકર મુકાતીએ જણાવ્યું હતું કે ઔરંગાબાદથી લખનઉ જઈ રહેલી સાધુઓની ઇનોવા કારની ગુનાથી ઈન્દોર જઈ રહેલી વેગન આર સાથે સવારે 6 વાગ્યાની આસપાસ ગોપાલપુરા બાયપાસની પાસે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં વેગનઆરમાં સવાર પાંચમાંથી ચાર લોકો મોત થયા હતા. બીજી તરફ ઇનોવામાં સાર જૂના અખાડાના ઉસ્તાદ સાધુનું મોત થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો