પત્ની-પુત્રને અકસ્માતમાં ગુમાવનાર આ વૃદ્ધ બીજાકોઈના જીવનમાં દુર્ઘટના ન સર્જાય તે માટે છેલ્લા 32 વર્ષથી વેતન વગર 13 કલાક સુધી ટ્રાફિક સંચાલનની કામગીરી સંભાળે છે

રાજધાની દિલ્હીના સીલમપુર લાલ બત્તી ચાર રસ્તા પર પર એક વૃદ્ધ વ્યક્તિ ટ્રાફિક પોલીસના યુનિફોર્મમાં વર્ષોથી ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા જોવા મળે છે. આ વ્યક્તિનું નામ ગંગારામ છે,જે છેલ્લા 32 વર્ષથી કોઈ વેતન વગર આ કામ કરી રહ્યા છે.

દિકરો અને પત્ની અકસ્માતમાં ગુમાવ્યા બાદ પ્રતિજ્ઞા લીધી

ગંગારામે માર્ગ અકસ્માતમાં પોતાનો દિકરો ગુમાવનારી દીધો હતો, ત્યારબાદ અન્ય એક માર્ગ અકસ્માતમાં તેમની પત્નીનું પણ મૃત્યુ થયું હતું, આ બમણા આઘાત અને એકલાપણાની સ્થિતિમાં ગંગારામે દિકરા તથા પત્નીના મૃત્યુ બાદ પ્રતિજ્ઞા લીધી કે તેઓ જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી આ વિસ્તારમાં દરરોજ ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી સંભાળશે.

કોઈની પાસે મદદ કે સહાયતા નથી લેતા

ગંગારામ સવારે 9 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી સીલમપુર લાલ બત્તી પર ટ્રાફિક વ્યવસ્થાનું નિયત્રણ કરે છે. આ સમય દરમિયાન તે હાથમાં એક સ્ટિક રાખે છે, જેથી તે લોકો તથા ગાડીઓને દિશા-સૂચન આપી શકે. હવે પ્રશ્ન એ છે કે કઈ પણ પ્રકારના વેતન વગર છેલ્લા 32 વર્ષથી શા માટે કામગીરી કરી રહ્યા છે.

ગંગારામની આ કામગીરીની અનેક લોકો પ્રશંસા કરે છે અને કેટલાક લોકો તેમને નવા ડ્રેસની પણ ઓફર કરી પણ તેમણે કોઈની પણ પાસેથી ગિફ્ટ લેવાનો ઈન્કાર કરી દીધો. તેઓ કોઈ પણ પ્રકારના સ્વાર્થ કે પ્રલોભન વગર કોઈ પણ વ્યક્તિના જીવનમાં દુર્ઘટના ન સર્જાય તે માટે આ કામગીરી કરી રહ્યા છે.

યુવાન દિકરો પિતાને ટીવી રિપેરિંગની દુકાનમાં મદદ કરતો હતો

ગંગારામ એક સમયે સીલમપુરમાં ટીવી રિપેરિંગની દુકાન ધરાવતા હતા. તેમનો દિકરો પણ તેમની સાથે ટીવી રિપેરિંગનું કામ કરતો હતો. એક દિવસ વાયરલેસ રિપેર કરાવવા માટે આવેલા પોલીસ અધિકારીએ તેમનું ટ્રાફિક વોર્ડનનું ફોર્મ ભર્યું હતું. ગંગારામનો એકમાત્ર યુવાન દિકરો પણ સીલમપુર લાલ બતી પર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. બાદમાં તેમની પત્નીનું પણ એક ગોજારી ઘટનામાં મૃત્યુ થયું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો