ભારતમાં કોરોનાના કારણે થતા મોતનો આંકડો ચિંતાજનક, સરકાર નથી જણાવી રહી સાચા આંકડા: WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની તબાહી વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને દેશમાં સંક્રમણના દર અને મોતોના આંકડાઓને ચિંતાજનક દરજ્જો આપ્યો છે. તેમણે સરકારને આહ્વાન કર્યું છે કે, કોરોના વાયરસથી થઈ રહેલા મોતો અને સંક્રમણના સાચા આંકડા જાહેર કરે. તેમણે કહ્યું કે, ઓગસ્ટ સુધી ભારતમાં 10 લાખ મોત કોરોના સંક્રમણથી થવાનું અનુમાન IHMEનું છે. આ અનુમાન ઉપલબ્ધ ડેટાના આધાર પર લગાવવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તેમણે કહ્યું કે તે ભવિષ્યવાણી નથી, તે બદલાઈ શકે છે. ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, આ સમયે એમ કહેવા માંગીશ કે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. ભારત અને દક્ષિણપૂર્વી વિસ્તારમાં અમે જેટલા કેસ અને મોત રોજ જોઈ રહ્યા છીએ, તે અમારા માટે ચિંતાનો વિષય છે. અમે એ અનુભવ્યું કે, આ આંકડાઓને ઓછા કરીને દેખાડવામાં આવ્યા છે. વાસ્તવિકતા એ છે કે, દુનિયાના દરેક દેશ દ્વારા કોરોના વાયરસથી થનારા કુલ મોત અને સંખ્યાને વાસ્તવિક સંખ્યામાં ઓછી કરીને દેખાડવામાં આવી છે.

તેમણે સરકારોને આહ્વાન કર્યું કે, તેઓ કોરોનાને લઈને સાચા આંકડા જાહેર કરે. આ પહેલા સોમવારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે ભારતમાં મળેલો કોરોના વાયરસનો સ્ટ્રેન ચિંતાનો વિષય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતીય સ્ટ્રેનને વૈશ્વિક સ્તર પર ચિંતાનો વિષય ગણાવ્યો છે. કોરોનાના વૈશ્વિક કેસ વધીને 14.86 કરોડ થઈ ગયા છે, તો આ મહામારીના કારણે અત્યારસુધી 32.9 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ જાણકારી આપી છે.

મંગળવારે સવારે પોતાના નવીનતમ અપડેટમાં યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE)એ જણાવ્યું કે, વર્તમાનમાં વૈશ્વિક કેસ અને મહામારીથી થયેલા મોતોની સંખ્યા ક્રમશઃ 15,86,16,506 અને 32,99,447 છે. CSSE મુજબ દુનિયામાં સૌથી વધારે 32,74,3117 કેસ અને 5,82,140 મોત સાથે અમેરિકા સૌથી ખરાબ સ્થિતિવાળો દેશ છે. સંક્રમણના સંદર્ભે ભારત 22,66,2575 કેસો સાથે બીજા નંબર પર છે.

30 લાખથી વધારે કેસોવાળા અન્ય દેશ:

બ્રાઝિલ (1,52,09990), ફ્રાન્સ (5,84,1593), તુર્કી (5,04,4936), રશિયા (4,83,2959), બ્રિટન (4,45,956), ઈટાલી (4,11,6287), સ્પેન (3,58,1392), જર્મની (3,58,1392), આર્જેન્ટિના (3,16,5121) અને કોલંબિયા (3,01,5301), મોતોની બાબતે બ્રાઝિલ 1,22,340 મોત સાથે બીજા નંબર પર છે, જ્યારે 1,00,000થી વધારે મોતવાળા દેશોમાં ભારત (2,46,116), મેક્સિકો (2,19,089), બ્રિટન (1,27,870), ઈટાલી (1,23,031), રશિયા (1,11,740) અને ફ્રાન્સ (1,06,845) છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો