ભયાનક કોરોના વાયરસથી WHO પણ ફફડી ઉઠ્યું, દુનિયા આખીને આપી ગંભીર ચેતવણી, વાયરસ સામે લડવા તૈયાર રહેજો.

કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 43,098 લોકો ચેપનો ભોગ બન્યા છે. જ્યારે આ ખતરનાક વાયરસથી 1,018 લોકો કાળનો કોળીયો બની ગયા છે. કુલ બીમાર લોકોમાંથી 40,171 લોકો ચીનના જ છે. ચીનમાં અત્યાર સુધીમાં 908 લોકોના મોત નિપજ્યા છે.

ચીનના વુહાનમાં રોગચાળાનું રૂપ લઈ ચૂકેલો કોરોના વાયરસ હવે દુનિયા માટે ખતરો બની શકે છે. આ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દુનિયાભરના દેશોને ચેતવણી આપી છે કે, ચીનમાં 900થી વધુના જીવ લઈ ચૂકેલા આ વાયરસ સામે લડવા તૈયાર રહેજો.

WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ગેબ્રિએસસે કહ્યું કે, ચિંતાની વાત એ છે કે, આ વાયરસનો ચેપ એવા લોકોને પણ લાગ્યો છે, જે ક્યારેય ચીન નથી ગયા. આવા મામલાથી જ વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન WHOએ સારા સમાચાર આપતા કહ્યું કે, ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસની ગતિ ધીમી પડી છે. જોકે, ચેપને રોકવા સતર્ક રહેવાની ખાસ જરૂર છે કારણ કે, આ વાયરસને લઈને એવું અનુમાન ના લગાવી શકાય કે, તે સૌથી વધુ ક્યારે ફેલાશે?

ચીનની સહમતિથી WHOની ટીમ પણ આ મુશ્કેલી સામે લડવા મંગળવારે બેજિંગ પહોંચશે. આ ઉપરાંત ટેડ્રોસે એ ડૉક્ટરો, નર્સો અને આરોગ્ય કર્મીઓને અસલી હીરો જાહેર કર્યા છે, જે પોતાના જીવના જોખમે આ રોગચાળો કાબૂમાં લેવાના શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે.

WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ગેબ્રિએસસે જણાવ્યું કે Coronavirus જે રીતે ફેલાઇ રહ્યો છે તે જોતા આવનારો સમય વધારે કપરો આવે તેવી શક્યતા છે. United Kingdomમાં આ ખતરનાક વાયરસના યૂકેના બ્રિટેનમાં 5 કેસ, લંડનમાં 1 મામલો, યોર્કમાં 2 મામલાઓ અને ઓક્સફોર્ડમાં 1 કેસ જ્યારે મર્સીસાઈડમાં 93 અને મિલ્ટન કીંસમાં 105 લોકોનો સમાવેશ થાય છે.

Coronavirus દુનિયાના બીજા ભાગમાં પણ ફેલાઇ રહ્યો છે કેમકે લોકોને મુસાફરી કરતા રોકવા કેવી રીતે રોકી શકાય અને આ રોગ ચેપથી ફેલાઇ રહ્યો છે. દુનિયાભરમાં વાયરસ વિશેષજ્ઞોનું માનવુ છે કે ચીનના વુહાનમાં અત્યાર સુધીમાં Coronavirusથી અત્યાર સુધીમાં ચેપી લોકોની સંખ્યા 3.50 લાખે પહોંચી ચુકી છે. જો કે ચીનની સરકાર આ મામલે ખુલાસો કરવા તૈયાર નથી. આ જ રીતે જો આ મહામારીની અસલી સંખ્યા છુપાવવામાં આવશે તો સમગ્ર દુનિયામાં આ ખતરનાક વાયરસ માથુ ઉચકી લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો