અઢી મહિનામાં 76 ગુમ બાળકોને શોધી તેમના માતા-પિતાને સોંપનાર મહિલા હેડ કોન્સ્ટેબલને મળ્યું આઉટ ઓફ ટર્ન પ્રમોશન

ઉતરપ્રદેશના તિગરી વિસ્તારના એક ગામમાં મનીષા પોતાના ઘરની બહાર બે બાળકોને પોતાના ખોળામાં લઈને બેઠી હતી, જ્યારે દિલ્હી પોલીસની એક ટીમ ત્યાં પહોંચી. પોલીસને જોતા જ તે રડવા લાગી અને કહ્યું કે મને અહીંથી લઈ જાવ. દિલ્હી પોલીસના હેડકોન્સ્ટેબ સીમા ઢાકા અને તેમની ટીમ મનીષાને રેસ્ક્યૂ કરીને દિલ્હી લઈ આવી હતી. આ ઓગસ્ટ 2020ની વાત છે. દિલ્હીના અલીપુરની રહેવાસી મનીષાને 2015માં વધુ એક મહિલા ફોસલાવીને પોતાની સાથે લઈ ગઈ અને પોતાના દિયર સાથે તેના લગ્ન કરાવી દીધા.

મનીષા તે સમયે પંદર વર્ષની હતી અને આઠમાં ધોરણમાં ભણતી હતી. તેના મજૂર પિતાએ FIR નોંધાવી પરંતુ મનીષા ન મળી શકી. સીમા ઢાકા ગુમ થયેલા બાળકોની શોધખોળમાં લાગી હતી. જ્યારે મનીષાના મામલાની FIR તેમની સામે આવી તો તેમણે તેના પરિવારની શોધ શરૂ કરી. ખૂબ જ શોધ કર્યા પછી તેના પિતા મને મળ્યા. તેઓ પેન્ટરનું કામ કરી રહ્યાં હતા. જ્યારે મેં તેમને પૂછ્યું કે તમારી ખોવાયેલી પુત્રી વિશે તમને કોઈ માહિતી છે, તો તે રડવા લાગ્યા અને કહ્યું કે થોડા દિવસો પહેલા જ તેણે ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તે ખૂબ જ હેરાન છે.

મનીષાના પિતાએ સીમા ઢાકાને કહ્યું તમારું અહેસાન હું મેહનત મજૂરી કરીને ઉતારી દઈશ પરંતુ તમે મારી પુત્રીને કોઈ પણ રીતે શોધી દો. સીમા તે ફોન નંબરના માધ્યમથી મનીષા સુધી પહોંચી ગઈ. જેના પરથી તેણે ફોન કર્યો હતો. મનીષા હવે તેના પરિવારની સાથે છે. સીમાએ અઢી મહિનામાં જ આવા 76 ગુમ છોકરાઓનો પોતાના પરિવારના સભ્યો સાથે મિલન કરાવ્યું છે. આ પૈકીના 56ની ઉંમર ચૌદ વર્ષથી ઓછી છે.

દિલ્હી પોલીસે આ વર્ષે ઓગસ્ટમાં જ ગુમ થયેલા બાળકોને શોધવા માટે આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવાની યોજના શરૂ કરી હતી. આ સ્કીમ અંતર્ગત ચૌદ વર્ષથી ઓછી ઉંમરના 50 ગુમ બાળકોને શોધવા પર પ્રમોશન આપવામાં આવનાર છે. સીમા ઢાકા દિલ્હી પોલીસના આવા જ એક અધિકારી છે, જેમને આ સ્કીમ અંતર્ગત આઉટ ઓફ ટર્ન પ્રમોશન મળ્યું છે. દિલ્હી પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવે બુધવારે ટ્વિટ કરીને સીમા ઢાકાને અભિનંદન આપ્યા છે.

સીમા કહે છે કે જેટલી ખુશી મને બાળકોને તેમના પરિવારના સભ્યો સાથે મિલન કરાવીને થાય છે, એટલી જ ખુશી મને કમિશ્નર સરનું ટ્વિટ વાંચ્યા પછી થઈ છે. મને પ્રમોશન મળ્યું છે, ઘણું સારુ લાગી રહ્યું છે, જોકે સૌથી સારુ ત્યારે લાગ્યુું છે જ્યારે કોઈ ગુમ બાળક મહિનાઓ કે વર્ષો પછી પોતાના પરિવારના સભ્યોને મળે છે.

રાજધાની દિલ્હીમાં વર્ષ 2019માં 5412 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તેમાંથી દિલ્હી પોલીસને 3336 બાળકોને શોધવામાં સફળતા મળી છે. વર્ષ 2020માં અત્યાર સુધીમાં 3507 બાળકોમાંથી 2629ને દિલ્હી પોલીસે શોધી લીધા છે. સીમા એ અઢી મહીનાના ગાળમાં જ 76 ગુમ બાળકોને શોધીને રેકોર્ડ બનાવ્યો છે. આ કામ તેમણે કોરોના પીરિયડમાં કર્યું છે.

સીમા કહે છે કે કોરોના દરમિયાન દિલ્હીથી બહાર જઈને બાળકોને શોધવું પડકારજનક હતું. દિલ્હી-NCR સિવાય બંગાળ, બિહાર અને પંજાબમાં અમે બાળકોને શોધ્યા. 34 વર્ષની સીમા વર્ષ 2006માં કોન્સ્ટેબલ તરીકે દિલ્હી પોલીસમાં ભરતી થઈ હતી. વર્ષ 2014માં જ પોલીસની પ્રમોશનની પરીક્ષા પાસ કરીને હેડ કોન્સ્ટેબલ બની ગઈ. સીમાના પતિ પણ દિલ્હી પોલીસમાં જ છે.

તે કહે છે કે મને પોતાના પરિવાર અને સાથી પોલીસ કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. તેમના સહયોગ વગર હું એકલી આ કામ કદાચ ન કરી શકી હોત. જ્યારે કોઈ ગુમ પોતાના પરિવારને મળે છે તો તેના માતા-પિતા આર્શીવાદ આપે છે. ઘણા લોકોને મારી રેન્કનો ખ્યાલ હોતો નથી. તેઓ આર્શીવાદ આપે છે કે બેટા તમે આના કરતા પણ સારી પોસ્ટમાં પ્રમોશન મળે.

સીમા જણાવે છે કે ગુમ થનારા બાળકો મોટાભાગે આઠ વર્ષથી વધુ ઉંમરના હોય છે. ઘણી છોકરીઓ પણ હોય છે, જેમને ફોસલાવીને લોકો લઈ જાય છે. જ્યારે કેટલાક છોકરાઓ ઘરમાંથી નારાજ થઈને નીકળી જાય છે અને પછી પરત ફરતા નથી.

તે કહે છે કે બાળકોને શોધવામાં સૌથી મહત્વની ભૂમિકા ફોનની હોય છે. ઘણી વખત ગુમ બાળકો કોઈ પણ રીતે ઘરના સભ્યોને ફોન કરી દે છે. અમે મોબાઈલમાંથી બધી માહિતી લઈને ઝડપથી બાળકો સુધી પહોંચી જઈએ છીએ. મોટાભાગના બાળકો એવા પરિવારના હોય છે, જે પરિવાર ભાડેથી રહેતો હોય છે અથવા તો તેમના માતા-પિતા કામના કારણે સતત જગ્યા બદલતા રહે છે. સીમા કહે છે કે ગુમ બાળકોના પરિવારના સભ્યોએ પોતાનો ફોન નંબર બદલવો જોઈએ નહિ અને સરનામું બદલાવવા પર પોલીસને જાણ કરવી જોઈએ.

સીમા છોકરીઓ સાથે કરાતી છેડતી અને પોક્સો એક્ટ અંતર્ગત નોંધાતા મામલાઓની પણ તપાસ કરે છે. પોલીસની નોકરીમાં ડ્યુટીનો કોઈ સમય નક્કી હોતો નથી. જ્યારે પણ કોઈ મોલેસ્ટેશનનો મામલો આવે છે તો તેને સોલ્વ કરવા માટે અમે 24 કલાક કામ કરીએ છીએ. હું આટલું સારું કામ કરી શકી તે પાછળનું મોટું કારણ એ છે કે મારા પરિવારે મને ખૂબ જ સહકાર આપ્યો છે. ઘરે મારી ઉપર કોઈ પણ પ્રકારના કામનો બોઝ નાખવામાં આવતો નથી. મારો આઠ વર્ષનો છોકરો સ્કુલમાં અભ્યાસ કરે છે. હું જ્યારે ડ્યુટી પર હોવું તો મારા સાસુ-સસરા તેનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

શું ક્યારેય તેમને કોઈ સ્થિતિમાં ડર લાગ્યો તો આ અંગે તે કહે છે કે મેં ક્યારેય ડરને અનુભવ્યો નથી. હું એક વર્ધીધારી પોલીસ કર્મચારી છું. કદાચ પોલીસમાં હોવાના કારણે મેં ક્યારેય ડર અનુભવ્યો નથી. મહિલાઓ જો ધારે તો તેમને કોઈ પરિસ્થિતિ રોકી શકતી નથી. સીમા ઢાકાની સફળતા દિલ્હી પોલીસના કર્મચારીઓને વધુ સારુ કામ કરવા માટે પ્રેરિત કરશે.

સીમા વધુમાં જણાવે છે કે મારા માટે સૌથી મોટુ મોટીવેશન એ ખુશી છે, જે એક માતાને પોતાનું ગુમ થયેલું બાળક જોઈને મળે છે. તેની સરખામણી બીજી કોઈ ખુશી સાથે થઈ પણ ન શકે. ઘણાં બાળકો એવા હોય છે, જે વર્ષો પછી પોતાના પરિવારોને મળે છે. સારુ લાગે છે, જ્યારે આપણે તેમની જીંદગી બચાવવામાં પોતાનું યોગદાન આપીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો