લોકડાઉનમાં રેસ્ટોરન્ટ બંધ થઈ તો બાઈક પર છોલે કુલ્ચે વેચવાની કરી શરૂઆત, હવે દરરોજ રૂપિયા 2 હજાર કમાઈ છે

દિલ્હીના દીપક છાબડા 9 વર્ષથી નોકરી કરી રહ્યા હતા. ખૂબ જ હિંમત કરીને નોકરી છોડી અને જે પૈસા ભેગા કર્યા હતા તેમાંથી રેસ્ટોરેન્ટની શરૂઆત કરી. જોકે, નસિબને તો કંઈક બીજુ જ મંજૂર હતું. દીપકે રેસ્ટોરન્ટ શરૂ કર્યાંના 5 મહિના બાદ લોકડાઉન લાગી ગયું અને રેસ્ટોરન્ટ બંધ કરવાની નોબત આવી પડી. આ પડકારો વચ્ચે તેણે હાર ન માની. પોતાની બાઈક પર છોલે-કુલ્ચા વેચવાની શરૂઆત કરી અને આજે ફરીથી પોતાનું કામ સેટ કરી દીધુ છે. દરરોજ રૂપિયા બે હજાર સુધી કમાણી કરે છે. ચાલો દીપક પાસેથી જ જાણીએ તેની કહાની….

દીપક કહે છે કે બાળપણથી જ મારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બાળપણમાં તાવની સારવાર માટે ગયા ત્યારે ડોક્ટરે ખોટું ઈન્જેક્શન આપી દીધુ, જેને લીધે બ્રેઈનમાં તકલીફ સર્જાઈ. ત્યારબાદ માતા-પિતા ગુરુદ્વારા લઈ ગયા. ભગવાનની મદદથી તો સારું થઈ ગયું. હું બોલવા લાગ્યો. શારીરિક મુશ્કેલી હતી. કમરમાં રોડ નાંખવામાં આવ્યો. આ તમામ તકલીફોએ મારું બાળપણ છીનવી લીધું. ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં મેં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ પ્રિન્ટીંગનું કામ કરવા લાગ્યો.

થોડા સમય માટે ઘરે મેસ પણ ચલાવી. જોકે તે કામ વધારે ચાલ્યું નહીં. ત્યારબાદ એક સ્પોર્ટ્સ કંપનીમાં પેકેજીંગનું કામ જોવા લાગ્યો. નોકરી તો સારી ચાલી રહી હતી, પણ વેતન માંડ 15 હજાર મળતુ હતું. જેને લીધે ગુજરાન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. ખૂબ જ હિંમત કરીને નવેમ્બર-2019માં નોકરી છોડી દીધી. મે રેસ્ટોરન્ટ ખોલવાની યોજના કરી હતી. છોલે કુલ્ચા, છોલે ચાવલ, છોલે ભટૂરા અને અન્ય કેટલીક ખાદ્ય સામગ્રી તેમા સમાવેશ કર્યો હતો. નોકરી છોડતા પહેલા કેટલીક તૈયારી પણ કરી લીધી હતી.

દીપક કહે છે કે મારી પાસે જે મૂડી હતી, તે તમામ મે બિઝનેસમાં લગાવી દીધી હતી. કામ સારું ચાલવા લાગ્યું. દરરોજ 50-60 ગ્રાહકો આવતા હતા. પણ માર્ચ મહિનામાં લોકડાઉન લાગૂ થયું. ત્યારબાદ મારે રેસ્ટોરેન્ટ બંધ કરવી પડી. એક મહિનાનું ભાડુ, વર્કર્સની સેલેરી વગેરે આપવી પડી. મારી પાસે કંઈ જ રહ્યું નહીં. ઘર ચલાવવા માટે પણ કંઈ ન હતું. માટે મે-જૂનમાં માર્કેટ સરવે કર્યો.

સવારથી સાંજ સુધી ફરી ફરીને જોતો હતો કે લોકો શું કરી રહ્યા છે. પૈસા કેવી રીતે કમાય છે. મે જોયું કે કેટલાક લોકો બાઈક, હાથલારી, સાયકલ પર ખાવા-પીવાની વસ્તુઓનું વેચાણ કરે છે. કમાણી પણ સારી થતી હતી. આ કામમાં બહું ખર્ચ પણ થતો ન હતો. માટે નક્કી કર્યું કે મારી બાઈક પર જ એક કેરિયર લગાવી દઉં અને તેની ઉપર છોલા કુલ્ચા, છોલા ચાવલ વગેરેનું વેચાણ શરૂ કરું.

દિપક કહે છે કે ગયા વર્ષે જૂનમાં જ મે ફરી કામ શરૂ કર્યું. આ વખતે કોઈ વર્કર્સ રાખ્યા ન હતા અને ન તો ભાડુ હતું. હું સવારે 6 વાગે જાગતો હતો. 10 વાગ્યા સુધી ભોજન તૈયાર થઈ જતું. ત્યારબાદ 11 વાગ્યાથી મારી દુકાન ચાલુ કરી દેતો હતો. મને પ્રથમ દિવસથી જ સારો રિસ્પોન્સ મળવા લાગ્યો. બપોરે 3 વાગ્યા સુધીમાં ખાવાનું પૂરું થઈ જતું હતું.

ક્યારેક પાંચ વાગ્યા સુધીમાં તે પૂરું થઈ જતુ હતું. મેં 50-60 ગ્રાહકોને જોડી લીધા. હવે હું રેસ્ટોરન્ટ ખોલવાનો વિચાર કરતો નથી. હવે એક મોટી ગાડીની વ્યવસ્થા કરવી છે અને તેની ઉપર છોલે કુલ્ચા વેચીશ. માર્ગ પર કામ કરવાથી સીધા લોકોનો સંપર્ક કરવાની તક મળી અને સારી ક્વોલિટી હોવાથી ગ્રાહકોનો રિસ્પોન્સ પણ સારો મળવા લાગ્યો. હવે આ કામને આગળ વધારવું છે. છેલ્લા છ મહિનાથી મારી કામગીરી સારી ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો