વોટ્સએપમાં બ્લૂ અને રેડ ટિકની શું મથામણ છે? શું ખરેખર સરકાર તમારા કૉલ રેકોર્ડ કરશે? જાણો સમગ્ર હકીકત

બે બ્લુ ટિક અને એક રેડ ટિકનો અર્થ એ છે કે સરકાર તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, જ્યારે ત્રણ રેડ ટિકનો અર્થ એ છે કે સરકારે તમારી વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરવાનું શરૂ કર્યું છે. આવા જ કેટલાક મેસેજ Whatsapp પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઇએ કે જો આ પ્રકારનો મેસેજ તમારી પાસે આવે, તો તેને ગંભીરતાથી લેશો નહીં કારણ કે તે સંપૂર્ણપણે ફેક છે. ગયા વર્ષે પણ રેડ ટિક વાળા મેસેજ વાયરલ થયો હતો.

મેસેજમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપે એક નવો કમ્યુનિકેશન નિયમ જાહેર કર્યો છે. તે એવા સમયે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ફેસબુકે સરકાર સામે આઇટીના નવા નિયમ અંગે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જો કે, ટ્રેસબિલીટી નિયમને અહીં પડકારવામાં આવ્યો છે. યુઝર્સે અહીં નોંધવું પડશે કે Whatsapp પ્રાઇવેટ જ રહેશે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડનો અર્થ થર્ડ પાર્ટી નથી.

Whatsapp નો આ વાયરલ મેસેજ ઘણી વાર ફોરવર્ડ કરવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, એકવાર નવા નિયમો લાગુ થયા પછી, યુઝર્સના બધા કોલ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ રેકોર્ડ કરવામાં આવશે. જો યુઝર્સ અહીં નેગેટિવ મેસેજ મોકલે છે તો તેની ધરપકડ પણ થઈ શકે છે. જણાવી દઇએ કે આ બધું ફંક છે અને જો તમને આવો કોઈ મેસેજ મળે છે, તો તેને ફોરવર્ડ કરવાનું ટાળો.

ફેક મેસેજથી આ રીતે બચો
ફેક મેસેજમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમારું ડિવાઇસ મિનિસ્ટ્રી સિસ્ટમથી કનેક્ટ થઈ જશે. આવી ઘણી માહિતી વાયરલ મેસેજમાં આપવામાં આવી છે જે સાવ ખોટી છે. તમને જણાવી દઈએ કે હાલ વોટ્સએપે કોઈ પણ કમ્યુનિકેશનના નિયમો જાહેર કર્યા નથી. તે જ સમયે, કંપનીએ યુઝર્સની સામે કોઈપણ રેડ ટિક અથવા બ્લુ ટિક વિકલ્પ મૂક્યો નથી. હજી સુધી, જો તમે કોઈ મેસેજ મોકલો છો, તો મેસેજ તમારી સામે ડિલિવર થવા સુધી એક જ ટિક અને તેને વાંચવામાં આવે તો બ્લુ ટિક આવે છે.

કોણ વાંચી શકે છે તમારો Whatsapp મેસેજ
મેસેજિંગ એપ્લિકેશન એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે, જ્યાં ફક્ત મોકલનાર અથવા રીસીવરને મેસેજની એક્સેસ હોય છે. Whatsapp તમારી ચેટ્સ, ફોટા, વીડિયો, વોઇસ મેસેજ અથવા ડોક્યુમેન્ટ્સ એક્સેસ કરી શકશે નહીં.

એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનનો અર્થ એ છે કે તમારો મેસેજ લોક છે અને ફક્ત તેની પાસે જ તેને અનલોક કરવાનો અધિકાર છે, જેને તમે મેસેજ કરી રહ્યાં છો.જણાવી દઇએ કે જો તમે ચેક કરવા માંગતા હો કે તમારો મેસેજ અને કોલ એન્ક્રિપ્ટ થયેલ છે કે નહીં, તો તમે તે યુઝરની પ્રોફાઇલ પર જઈને શોધી શકો છો.

આ માટે, તમારે એન્ક્રિપ્શન પર ક્લિક કરવું પડશે. અહીં તમારે કોડને સ્કેન કરવો પડશે અને સેંડર સાથે 60 ડિજિટનો નંબર કંપેર કરવો પડશે. જો બધું સરખું હોય તો તમારા મેસેજ સંપૂર્ણ સુરક્ષિત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો