શું કલમ 370 હટાવવી શક્ય છે? જો ભારત સરકાર કલમ 370 હટાવી દે તો જમ્મુ કાશ્મીરમાં શું પરિવર્તન આવી શકે? જાણો.

ભાજપે તેના મેનિફેસ્ટોમાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને હટાવવાની વાત કરી હતી. અત્યારની સ્થિતિ જોતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કલમ 370 17 નવેમ્બર 1952માં લાગૂ કરવામાં આવી હતી. આ કલમના કારણે જમ્મુ કાશ્મીરનું ભારત દેશથી અલગ બંધારણ બન્યું છે. જમ્મુ કાશ્મીરનું પ્રશાસન તે મુજબ જ ચાલે છે. જો જમ્મુ કાશ્મીરમાંથી આ કલમ હટાવી દેવામાં આવે તો અન્ય રાજ્યોની જેમ તેનો વહીવટ પણ ભારતના બંધારણ મુજબ થશે.

આર્ટિકલનો સંક્ષિપ્ત ઇતિહાસ

-ભારતને આઝાદી મળ્યાં બાદ 20 ઓક્ટોબર 1947માં કાશ્મીર પર આક્રમણ થયું હતું. આઝાદ કાશ્મીર સેનાએ પાકિસ્તાનની સેના સાથે મળીને હુમલો કરી દીધો હતો અને કાશ્મીરના મોટાભાગ પર કબ્જો જમાવી લીધો હતો. આ ભાગને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) કહેવામાં આવે છે.

-આ સ્થિતિમાં કાશ્મીરની સુરક્ષા માટે જવાહર લાલ નહેરૂની સહમતિથી 26 ઓક્ટોબર 1947માં “Instruments of Accession of Jammu & Kashmir to India” પર સહી કરી દેવાઈ. આ આ કરાર મુજબ જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ બન્યું. જે મુજબ જ જમ્મુ કાશ્મીરનું શાસન ચાલે છે. જમ્મુ કાશ્મીર મુદ્દે નિર્ણય લેવા માટે ભારતની પાસે માત્ર ત્રણ વિષય રક્ષા, વિદેશી, અને સંચાર છે.

શું કલમ 370 હટાવવી શક્ય છે?

જો કલમ 370ને હટાવી દેવાઈ તો કેવું જમ્મુ કાશ્મીરમાં પરિવર્તન આવે?

– આર્ટિકલ 370 મુજબ ભારત સરકારે કોઈપણ કાયદો રાજ્યમાં લાગૂ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવા પડે છે. જો 370 હટાવી દેવામાં આવે તો રાષ્ટ્રપતિની મંજૂરીથી સીધો જ કાયદો રાજ્યમાં લાગૂ કરી શકાશે.

– જમ્મુ કાશ્મીર પાસે હાલ કાશ્મીરનો અલગ ધ્વજ છે. જો 370 હટી જાય તો તિરંગો જ તેનો રાષ્ટ્રધ્વજ હશે.

– જો 370 હટી જાય તો દેશના અન્ય રાજ્યના લોકો જમ્મુ કાશ્મીરમાં જમીન મકાન સહિતની સંપત્તિની ખરીદી શકશે.

– હાલ જમ્મુ કાશ્મીરના લોકોને 2 પ્રકારની નાગરિકતા મળી છે. જે ખતમ થઈ જશે અને તે માત્ર ભારતના નાગરિક કહેવાશે.

– જો કોઈ કાશ્મીરી યુવતી અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરે તો તેની કાશ્મીરની નાગરિકતા ખતમ થઇ જાય છે પરંતુ 370 હટી ગયા બાદ આવું નહીં બને. બંને ભારતના જ નાગરિક કહેવાશે.

– 370 મુજબ પાકિસ્તાની યુવક કાશ્મીરની યુવતી સાથે લગ્ન કરે તો તેમને આપોઆપ ભારતની નાગરિકતા મળી જાય છે પરંતુ 370 હટી જતાં તે ભારતનો નાગરિક નહીં બને.

– 370 હટી જતાં રાજ્યની સરકારી નોકરીમાં અન્ય રાજ્યના ઉમેદવાર પણ અપ્લાય કરી શકશે.

370 હટાવવા સામે આવતી અડચણ

નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલા અને મહબૂબા મુફ્તીનું માનવું છે કે, કલમ 370ના એ જમ્મુ કાશ્મીર અને શેષ ભારતને જોડી રાખ્યું છે. આ કલમ બંને વચ્ચેની એક બંધારણીય કડી છે. એ વાતની પણ શક્યતા છે કે, જો આ કલમ હટી જશે તો અલગતાવાદી નેતા જનમત સંગ્રહ પર ભાર મૂકશે. જમ્મુ કાશ્મીર વિવાદનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની કોશિશ કરશે. જેના કારણે ભારત સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ વધશે.

જો રાજનૈતિક ઈચ્છાશક્તિ હોય તો આ મુદ્દે સમાધાન એટલું અશક્ય પણ નથી. જો કે હાલની સરકાર સહિતની રાજકીય પાર્ટી આ મુદ્દાને લટકાવી રાખીને રાજકીય હિતને પોષતી રહે છે. જેથી આ સમસ્યાનો ઉકેલ નથી આવતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો