ખાટ્ટાં ઓડકાર, અપચો અને ગેસની સમસ્યા રહેતી હોય તો કરો આ 6 ઉપાય ફટાફટ થઈ જશે દૂર
હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. પણ બફારો અને ગરમીને કારણે લોકો હેરાન થઈ ગયા છે. સીઝન બદલાય એટલે આપણાં શરીરમાં પણ કેટલાક ફેરફાર આવે છે. જેમાં સૌથી પહેલાં તેની અસર આપણાં પાચનતંત્ર પર પડે છે. એમ પણ ચોમાસામાં પાચનતંત્ર થોડું ધીમું પડી જાય છે. જેથી આ સીઝનમાં ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને કેટલાક ઘરેલૂ ઉપાયો કરવા જોઈએ, જેથી પાચનતંત્ર ખરાબ થવાને કારણે થતી પેટની સમસ્યાઓથી બચી શકાય. તો આજે અમે તમને પાચન ખરાબ હોવાના લક્ષણો અને તેનાથી બચવાના બેસ્ટ ઉપાય જણાવીશું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ચોમાસામાં પાચન ધીમુ પડી જાય છે. આ સીઝનમાં ખાનપાન પર ખાસ ધ્યાન આપવું. આ ઉપાય કરી લેવાથી પેટના રોગોથી બચી શકાય છે
પાચનતંત્ર ખરાબ હોવાના કેટલાક લક્ષણો
વારંવાર ખાટાં ઓડકાર, ગભરામણ, પેટમાં દુખાવો અને સોજો, અપચો, પેટમાં ગેસ.
ઘરેલૂ ઉપાય
- પાચનને યોગ્ય રાખવા માટે ભોજનને બરાબર ચાવીને ખાવું બહુ જ જરૂરી છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને શરીર અન્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેથી ભોજન હમેશાં ધીરે-ધીરે અને ચાવીને જ ખાવું.
- ડાયટમાં ફાયબરવાળા ખોરાક સામેલ કરવાથી પાચનતંત્ર સારું રહે છે. પાચન માટે ફાયબર ખૂબ જ જરૂરી તત્વ છે. જેથી ફળો, શાકભાજી, ચોકરવાળો ઘઉંનો લોટ, સાબૂત અનાજ વગેરે ડાયટમાં ખાવું, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ અવોઈડ કરવું.
- પાચનતંત્ર સારું રાખવા માટે બોડીને હાઈડ્રેટ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. જો તમે વધુ પાણી ન પી શકતાં હો તો અન્ય લિક્વિડને ડાયટમાં સામેલ કરો. તેનાથી પાણીની કમી દૂર થશે અને પાચન સારું રહેશે.
- શરીર અને પાચનતંત્રને હેલ્ધી રાખવા માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. કસરતને રૂટીનમાં સામેલ કરી લેવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે અને પાચન સંબંધી તકલીફોથી બચી શકાય છે.
- હેલ્ધી ફેટ ડાયટમાં લેવું જરૂરી છે. તે ડાઈજેસ્ટિવ સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. જેથી પનીર, ઈંડા, નટ્સ, જેતૂનનું તેલ, ફેટી ફિશ જેવા ફૂડ્સ ડાયટમાં સામેલ કરવા. આ સિવાય સેમન ફિશ, ચિઆ સીડ્સ, સનફ્લાવર સીડ્સ પણ લઈ શકો છો.
- તણાવ બધાં જ રોગોનું મૂળ છે. જેથી પાચન સારું રાખવા સૌથી પહેલાં તણાવને નિયંત્રણમાં રાખો. નહીં તો પેટમાં અલ્સર, દસ્ત, કબજિયાત જેવા પાચન વિકારો શરીરમાં વધવા લાગશે. તેનાથી બચવા મેડિટેશન અને બ્રીધિંગ એક્સરસાઈઝ, યોગ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

