સમય બદલાઈ ગયો છે ‘નમસ્તે’ હોય કે HCQ ‘દવા’, કોરોનાની મહામારી સમયે ભારતની સામે દુનિયા થઈ નતમસ્તક

90ના દાયકાના સમયમાં મોટી સંખ્યામાં ભારતીયો પશ્ચિમના દેશો તરફ વળ્યા હતા. ત્યારે એવી ધારણા હતી કે ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મજબૂત નથી જે મહામારી સામે ટકી શકે. કોલેરા, ટીબી, સ્મોલપોક્સનો અનુભવ આ ધારણને મજબૂત કરતો રહ્યો. મિડલ ક્લાચ વચ્ચે વિદેશથી પાછા આવવું, ખાસ કરીને અમેરિકા કે બ્રિટનથી પાછા આવવું ખૂબ ગર્વની વાત હતી. પરંતુ કદાચ હવે સમય બદલાઈ ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કોરોના વાયરસથી સૌથી ખરાબ સ્થિતિ હાલ અમેરિકામાં છે. વર્ષ 1982માં જ્યારે કોલેરા ફેલાયો ત્યારે અમેરિકાએ બધા ઈમિગ્રન્ટ્સને સીધા ક્વોરન્ટાઈનમાં મોકલી દીધા. આજે તેવું જ અમેરિકન્સ સાથે થઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ભારત પાસે મદદ માગે છે. તેમને Covid-19 સામેની લડાઈમાં ‘ગેમચેન્જર’ બતાવાઈ રહેલી દવા Hydroxychlorequine જોઈએ. ભારત તેનો સૌથી મોટો ઉત્પાદક છે. અને ઘણા વિકસિત દેશોએ ભારત પાસે આ દવા માગી છે.

ક્યારેક મજાક ઉડાવતા, આજે નતમસ્તક

એક સમયે ભારતને મદારીઓનો દેશ કહેવાતો હતો. અહીંની સંસ્કૃતિ, સભ્યતાની પશ્ચિમના દેશો ખૂબ મજાક ઉડાવતા હતા. આજે તે જ દેશો ભારત સામે નતમસ્તક છે. આપણી અભિવાદન કરવાની રીતે કોરોનાના આ સમયમાં સમગ્ર દુનિયા અપનાવી રહી છે. ઈઝરાયલ, બ્રિટન જેવા દેશોના નેતાઓ પણ ‘નમસ્તે’ કરે છે. હાથ મિલાવવાથી વાયરસના સંક્રમણનો ખતરો છે. એવામાં બધા નમસ્તે કરી રહ્યા છે.

કોરોના વાયરસને લઈને અમેરિકા અને બ્રિટનના રિસ્પોન્સને જુઓ. બંને દેશોએ Covid-19ને હળવામાં લીધા. ટ્રમ્પે એવું પણ કહ્યું કે, આ અફવા છે અને જાદૂની જેમ ગાયબ થઈ જશે. એક તરફ ભારત સહિત એશિયાના ઘણા દેશોએ લોકડાઉન કર્યું, તો બીજી તરફ પશ્ચિમમાં વેપાર ચાલું હતો. હવે અમેરિકા અને બ્રિટન, બંને દેશોમાં મૃતરોની સંખ્યા હજારોમાં છે. બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પણ હાલમાં ICUથી બહાર આવ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતના Covid-19 પર રિસ્પોન્સની પ્રશંસા કરી. જેવી રીતે ભારતે નિર્ણય લીધો અને તરત લાગુ કરી દીધો. તેનાથી દુનિયાના ઘણા દેશો શીખ્યા. યુનાઈટેડ નેશન્સે પણ કહ્યું કે, ભારતમાં લોકડાઉનનો નિર્ણય યોગ્ય સમય પર લેવામાં આવ્યો.

ભારતમાં વિદેશીઓને ખૂબ સન્માન મળતું રહ્યું છે. ‘અતિથિ દેવો ભવ’ની આપણી પરંપરા છે. પરંતુ આજે તે વિદેશીઓને શંકાની દ્રષ્ટિએ જોવાય છે. ડર છે કે તેઓ ક્યાંક કોરોના વાયરસ લઈને ન આવે. એવામાં હવે આશા કરાઈ રહી છે કે દુનિયાભરમાં આ મહામારીમાથી લોકો બહાર આવે અને આ પાઠને યાદ રાખે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો