આ પટેલના દીકરાના લગ્ન જોઇને આંખો થઈ જશે પહોળી

ભભકાદાર લગ્ન માટે ગુજરાતીઓ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પણ વિશ્વભરમાં જાણીતા છે. થીમ બેઝ્ડ બાદ આજના સમયમાં ડેસ્ટિનેશન અને એમાંય હવે તો ફોરેન ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધારે જોવા મળે છે. વર્ષ 2015માં જાન્યુઆરીમાં ઓમાનના મસ્કત ખાતે યોજાયેલા ગુજરાતી વિરાણી પરિવાર પુત્રના લગ્નમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો. એટલું જ નહીં આ લગ્નને લઈને ખાસ્સી ચર્ચા પણ જાગી હતી.

 

ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલા KARPના રમેશ વિરાણીના પુત્ર સ્મિતના લગ્ન ચાંદની અમીન સાથે 2015માં મસ્કતમાં યોજાયા હતા. આ લગ્ન માટે ખાસ લંડનથી બેન્ડ અને રશિયાથી ડ્રમર બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જાણીતી બોલિવૂડ અભિનેત્રીઓએ સંગીત સેરેમનીમાં પરફોર્મ પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીને તેમનું નામ લખેલા શૂટની ભેટ આપનાર રમેશ વિરાણીએ પોતાના પુત્રના લગ્નમાં પણ આકર્ષણ જમાવ્યું હતું.

ઓમાનના મસ્કતમાં યોજાયેલા ચાર દિવસીય આ ભવ્ય લગ્નમાં આશરે 1100થી વધારે મહેમાનો હાજર રહ્યાં હતા. આ લગ્ન માટે મસ્કતના લક્ઝુરિયસ Shangri-La’s Barr Al-Jissah Resort And Spaને ચાર દિવસ માટે ‘ધ વિરાણી રિસોર્ટ’ નામ આપવામાં આવ્યું હતું. ગુજરાતી પરંપરા અનુસાર યોજાયેલા આ લગ્નમાં રિંગ સેરેમની, મહેંદી, સંગીત, વેડિંગ ડે ઉપરાંત પુલ પાર્ટી અને બોલિવૂડ ઈવનિંગનું પણ આયોજન કરાયું હતું.

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો