ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે, ચોમાસું ફરીથી સક્રિય થઈ ગયું છે

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું (Monsoon 2021) ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી (Gujarat Weather Update) મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ (Heavy rain forecast in Gujarat) પડી શકે છે. જે અનુસંધાને આજે એટલે કે 13 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અનો સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે જ વીજળીના કડાકા અને ભડાકા (Thunderstorm activity) પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હવામાન વિભાગની આગાહી (Weather department forecast) પ્રમાણે રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થઈ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ક્યાં ક્યાં વરસાદ પડશે?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક પંથકમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહીને પગલે NDRFની ટીમો વલસાડ પહોંચી છે. એનડીઆરએફની ટીમોએ અધિકારીઓ સાથે નીચાણવાળા વિસ્તારોની પણ મુલાકાત લીધી છે.

13મી જુલાઈની આગાહી: દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તેમજ દમાણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથી અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

ઉત્તર ગુજરાતના પાટણ, અરવલ્લી મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. અરવલ્લી, અમદાવાદ નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, બોટાદ, કચ્છ અને ભાવનગર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી અંતર્ગત વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે.

24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ
13 જુલાઈના રોજ સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 149 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના માંગરોળમાં 86 મી.મી. નોંધાયો છે. ઉમરગામમાં 73 મી.મી., માંગરોળ (જૂનાગઢ) 58 મી.મી., સાપુતારા 58 મી.મી., વેરાવળ 45 મી.મી., ચોર્યારી 44 મી.મી., વિસાવદર મી.મી., 43, અંકલેશ્વર 43 મી.મી., વાલિયા 40 મી.મી., ખાંભા 38 મી.મી., માળિયા 34 મી.મી., હાંસોલ 33 મી.મી., કવાંટ 32 મી.મી., રાણાવાવ 30 મી.મી., ગોંડલ 28 મી.મી., રાણપુર 28 મી.મી., મહુવામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે.

આજે સવારે 11 તાલુકામાં વરસાદ
13 જુલાઈના રોજ સવારે છથી આઠ વાગ્યા દરમિયાન ગુજરાતના 11 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના તાલુકાઓમાં નોંધાયો હતો. મુંદ્રા 26 મી.મી, નખત્રાણા 23 મી.મી. , અબડાસા 17 મી.મી. , લખપત 16 મી.મી. વરસાદ નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો