સુરતમાં બે મિત્રો પર જીવલેણ હુમલો, બાલા ભરવાડ સહિત આઠ લોકો તલવાર અને ધોકા લઈને તૂટી પડ્યા

સુરતમાં કાપોદ્રા બુટભવાની રોડ પર જુની અદાવતમાં એક પાનના ગલ્લાવાળા સહિત બે ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછા એલ.એચ.રોડ વર્ષા સોસાયટીમાં રહેતા મૂળ ગીર સોમનાથના ઉનાના એભલવડ ગામના વતની ૨૨ વર્ષીય પ્રકાશ ઉર્ફે રાહુલ ઉર્ફે ઘોદો મનુભાઈ બાંભણીયા ઘનશ્યામ નગરમાં મહાકાલ પાનનો ગલ્લો ચલાવે છે. પ્રકાશ તા ૧૦મીના ગુરુવારના રોજ સાંજે વાગ્યે તેના મિત્ર નરેન્દ્ર ઉર્ફે નાનો ભરવાડ સાથે તેના મિત્ર ખુશાલ ઉર્ફે માધુરીની મોટરસાયકલ લઈને પાનના ગલ્લાની વસ્તુઓ લેવા માટે કામરેજ ખાતે ગયા હતા.

આ સમયે પરત ઘરે જતી વખતે કાપોદ્રા બુટભવાની રોડ રામજી મંદિર નજીક બાલ કરશન ભરવાડે રાહુલ એમ કહી બુમ પાડી હતી, જેથી પ્રકાશ અને તેના મિત્ર નરેન્દ્ર ઉભા રહ્ના હતા, તે દરમિયાન બાલા ભરવાડ, બુધા ભરવાડ, દેવા રાણા, ધવલ કસોટીયા, તેનો ભાઈ તેમજ બે અજાણ્યાઓઍ તલવાર, છરા, પાઈપ અને ધોકા લઈને તુટી પડ્યા હતા. પ્રકાશ પાસે અગાઉના ઝઘડા અને ધમકીના વિડીયો હોવાથી તેની અદાવત રાખી છાતી, માથા, હાથ પગ સહિત શરીરના ભાગે ઉપરા છાપરી ઘા માર્યા હતા જયારે નરેન્દ્રને પગ સહિતના ભાગમાં ધા મારી ઈજા પહોંચાડી હતી.

અરોપીઓ મારતા હતા તે દરમિયાન ત્યાંથી પસાર થતી પોલીસ વાન આવી જતા આરોપીઓ ભાગી ગયા હતા. પોલીસ પ્રકાશને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા, ત્યાંથી તેના મિત્ર ખુશાલ અને સમીર ત્યાં આવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે પ્રકાશની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો