અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં બેનાં મોત, 6 લોકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીની એક ટાંકી ઘરાશાયી થઈ હતી. જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે. બાજુમાં આવેલી કેટરિંગના રસોડા પાસે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી ખાબકતા તેની નીચે 6થી વધુ લોકો દબાયા હતા. જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટનામાં એક વ્યક્તિના બે પગ કપાઇ જતા તેની હાલ ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તેજસ સ્કૂલ પાસેની સંસ્કૃતિ ફલેટ પાસે બનાવ બન્યો છે. પાણીની ટાંકી ધરાશયી થતાં બે લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 8થી 10 લોકો દબાયા હોવાની આશંકા છે. તમામ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થવાના મામલે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થવાની દૂર્ઘટના સામે આવી છે. જેમાં બે લોકોનાં મોત નિપજ્યાં છે.

આ પાણીની ટાંકી 17 વર્ષ જૂની હોવાનું બહાર આવ્યું છે. આ પાણીની ટીંકી હાલત ઘણી જર્જરિત થઇ ગઇ હતી. સ્થાનિક લોકો દ્વારા બોપલ નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા.

કેટરિંગમાં કામ કરતા લોકો દટાયા

જર્જરિત થયેલી ટાંકીની આસપાસના રહીશોએ તંત્રને અનેક વાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા.આજે (સોમવારે) બપોરે 12 વાગ્યા આસપાસ પાણીની ટાંકી ધડાકાભેર તૂટી પડી હતી. જેને પગલે પાસે કેટરિંગમાં કામ કરતા કેટલાક મજૂરો દટાયા હતા.

હાલમાં જેટલા પણ લોકોને ઈજા પહોંચી છે તેને સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. ફાયર ફાઈટર પણ ઘટના સ્થાને પહોંચી ચુક્યું છે. કાટમાળની નીચે ડટાયેલા લોકોને બહાર કાઠવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સ્થાનિકોનો આરોપ છે કે ટાંકી ખૂબ જુની અને જર્જરિત હોવાના કારણે આ ઘટના બની છે. સાથે જ સ્થાનિકો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે બોપલમાં ઘણા જૂના અને જર્જરિત બીજા પણ મકાનો છે પરંતુ તંત્ર કંઈ પણ કરી રહ્યું નથી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો