25 વર્ષમાં પહેલીવાર નર્મદાનું પાણી થયું સૌથી શુદ્ધ, મિનરલ વૉટર જેવું થઈ ગયું

લૉકડાઉનના કારણે દેશભરમાં ઉદ્યોગો બંધ છે, જેની અસર પર્યાવરણ પર પણ દેખાઈ રહી છે. ગંગા, યમુના અને નર્મદા સહિત અનેક નદીઓનું પાણી સ્વચ્છ થઈ રહ્યું છે. હજુ એક મહિના પહેલા પ્રદૂષિત લાગતી નર્મદાનું પાણી હાલ મિનરલ વૉટર જેવું દેખાઈ રહ્યું છે.

નર્મદા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઓમકારેશ્વરના મેનેજર એસ. કે. વ્યાસે કહ્યું કે, નર્મદાનું પાણી મિનરલ વૉટર જેવું થઈ ગયું છે. અમારા વિભાગ દ્વારા તેની તપાસ પણ કરાઈ છે. નર્મદાના પાણીમાં અનેક પ્રકારની ઔષધિ, જડીબુટ્ટીઓ સામેલ હોય છે. તેને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ઓમકારેશ્વરમાં 25 વર્ષ પહેલા નર્મદાનું પાણી આવું જ શુદ્ધ હતું

તીર્થનગરીના વિદ્વાન અને વરિષ્ઠ આચાર્ય સુભાષ મહારાજ વેદમાતા ગાયત્રી મંદિરે કહ્યું કે, ઓમકારેશ્વરમાં 25 વર્ષ પહેલા નર્મદાનું પાણી આવું જ શુદ્ધ હતું. ઓમકારેશ્વરમાં સામાન્ય દિવસોમાં પાંચ હજાર અને તહેવારોમાં બે લાખ તીર્થયાત્રીઓ ઊમટી પડે છે.

આ રીતે સમજો નર્મદા અને મિનરલ વૉટરના માપદંડ

નર્મદા જળનું ટીડીએસ પહેલા 126 મિલિગ્રામ/લિટર નોંધાયું, જે ઘટીને 100થી પણ ઓછું થઈ ગયું. મિનરલ વૉટરમાં પણ ટીડીએસ 55થી 60 મિલિગ્રામ/લિટર મેઈન્ટેન રાખવું પડે છે. પાણીમાં સામાન્ય લીલા દેખાતા રંગનો અર્થ છે કે, પાણીની ટર્બિડિટી 10 એનટીયૂથી પણ ઓછી છે અને પારદર્શકતા ઘણી વધી ગઈ છે. હાલ નર્મદામાં દસ ફૂટની ઊંડાઈ સુધી સાફ પાણી જોઈ શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો