શા માટે પીવું જોઈએ માટીના ઘડાનું પાણી ?

પીઢીઓથી ભારતીય ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ કેટલાક લોકો એવા છે કે માટીના વાસણોમાં જ પાણી પીવે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. નિષ્ણાંતો મુજબ માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ કરીને પાણી પીવામાં આવે તો તેમાં માટીના ગુણો આવી જાય છે જે આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે. જો કે આજકાલ બહુ ઓછા લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે, જેથી આજે અમે એવા 7 લાભ વિશે જણાવીશું જે જાણીને તમે ચોક્કસથી માટલાનું પાણી પીવાનું શરૂ કરી દેશો.

સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે ઘડાના પાણીનું સેવન, જાણો આ 7 મેજિકલ લાભ

વાંચો માટીના વાસણોમાં પાણી પીવાથી કેવા સ્વાસ્થ્ય લાભ થાય છે અને કેમ માટલાનું પાણી પીવું જોઈએ.

1- ચયાપચયને સુધારે છે

નિયમિત રીતે ઘડાનું પાણી પીવાથી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકના વાસણોમાં પાણી સ્ટોર કરવાથી કે પીવાથી પ્લાસ્ટિકમાં રહેલી અશુદ્ધિઓ પાણીમાં ભળી જાય છે અને તે પાણીને અશુદ્ધ કરી દે છે. સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ઘડામાં પાણી સ્ટોર કરીને પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ વધે છે.

2- પાણીમાં પીએચનું સંતુલન

ઘડાનું પાણી પીવાનું અન્ય એક લાભ આ પણ છે કે માટીમાં ક્ષારીય ગુણ રહેલા હોય છે. ક્ષારીય પાણીની અમ્લતાની સાથે પ્રભાવિત થઈને યોગ્ય પીએચ સંતુલન પ્રદાન કરે છે. આ પાણી પીવાથી એસિડિટી અને પેટના દુઃખાવામાંથી છુટકારો મેળવવામાં મદદ મળ છે.

3- ગળાને ઠીક રાખે છે

સામાન્ય રીતે આપણે ઉનાળામાં ચિલ્ડ ઠંડુ-ઠંડુ પાણી પીવાનું જ પસંદ કરીએ છીએ, એમાંય બહારથી આવીએ કે તરત જ ફ્રિઝ ખોલીને ઠંડુ પાણી ગટગટાવી લઈએ છીએ, પરંતુ ફ્રિઝનું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક જ હોય છે એવામાં બહુ ઠંડુ પાણી પીવાથી ગળું અને શરીરના અન્ય અંગો એકદમ ઠંડા થઈ જાય છે અને શરીર પર તેની ખરાબ અસર પડે છે. ગળાની કોશિકાઓનું તાપમાન અચાનક ઓછું થઈ જાય છે અને આ કારણથી અનેક સમસ્યાઓ પેદા થાય છે. ગળામાં ખારાશ, દર્દ, ગ્રંથિઓમાં સોજો વગેરે થવા લાગે છે. આવું પાણી પીવું એટલે શરીરની ક્રિયાઓને બગાડવું થયું જ્યારે માટીના વાસણોનું પાણી પીવાથી માત્ર ફાયદા જ થાય છે અને આ પાણી ગળા માટે પણ લાભકારી રહે છે.

4- ગર્ભવતી સ્ત્રીઓ માટે ફાયદાકારક

ગર્ભવતી સ્ત્રીઓ માટે ફ્રિઝનું ઠંડુ પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે. તેમને માટીના ઘડા કે માટલાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેમાં રાખેલું પાણી ન માત્ર ગર્ભવતી સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે સારું હોય છે પણ બાળક માટે અને તેમાં રહેલી ભીની સુગંધ પણ ગર્ભવતી સ્ત્રીઓને ગમતી હોય છે.

5- વાત-પિત્તને નિયંત્રણમાં રાખે છે

ગરમીમાં લોકો બેફામ બરફવાળું અને ઠંડુ પાણી પીવે છે. જો કે આવા પાણીની તાસીર ગરમ હોય છે. બરફનું ઠંડુ પાણી પીવાથી કબજિયાત થાય છે અને મોટાભાગે ગળું ખરાબ થઈ જાય છે. જ્યારે માટલાનું પાણી પ્રાકૃતિક રીતે માપસર ઠંડુ થાય છે જેના કારણે તે પીવાથી આવી સમસ્યાઓ થતી નથી. માટલાનું પાણી સંતુષ્ટિ પણ આપે છે. માટલાને રંગવા માટે ગેરૂનો ઉપયોગ કરવામાં આવે છે જે ગરમીમાં શીતળતા પ્રદાન કરે છે. માટલાના પાણીથી કબજિયાતમાં રાહત મળે છે.

6- વિષાક્ત પદાર્થને શોષવાની શક્તિ

માટીમાં શુદ્ધિ કરવાના ગુણ રહેલા હોય છે, જેથી માટી બધાં જ વિષાક્ત પદાર્થોને શોષી લે છે અને પાણીમાં બધાં જરૂરી સૂક્ષ્મ પોષક તત્વ મળે છે. આનાથી પાણી યોગ્ય તાપમાન પર રહે છે જે ન તો બહુ ગરમ હોય છે અને ન બહુ ઠંડુ. આવું પાણી પીવું જ સ્વાસ્થ્ય માટે સારું રહે છે.

7- કઈ રીતે ઠંડુ થાય છે પાણી

માટીના બનેલા ઘડા, વાસણો અને માટલામાં નાના-નાના છિદ્રો હોય છે. આ છિદ્રો એટલા સૂક્ષ્મ હોય છે કે નરી આંખો જોઈ શકાતા નથી. પાણીનું ઠંડુ થવું બાષ્પીભવનની પ્રક્રિયા પર નિર્ભર કરે છે. જેટલું વધારે બાષ્પીભવન થશે એટલું જ વધારે પાણી ઠંડુ થાય છે. આ સૂક્ષ્મ છિદ્રો દ્વારા માટલાનું પાણી બહાર નિકળતું રહે છે. ગરમીને કારણે પાણી બાષ્પ બનીને ઉડી જાય છે. વાષ્પ બનવા માટે ગરમી માટલા પાણીથી લે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં માટલાનું તાપમાન ઓછું થઈ જાય છે અને પાણી ઠંડુ રહે છે.

કેવો લાગ્યો આ આર્ટીકલ જો તમને કઈ ઉપયોગી માહિતી આપતો જણાય તો તમારા મિત્રો તેમજ અન્ય લોકોને શેર કરો. જેનાથી તે લોકો પણ આ માહિતી વાચી શકે તેમજ આપેલી માહિતી અનુસાર તંદુરસ્તી જાળવી શકે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો