વોર્ડ બોયે કોરોના સંક્રમિત દર્દીનું ઓક્સિજન મશીન કાઢી લેતા ઓક્સિજનના અભાવે દર્દી માથું પછાડતા રહ્યા, પુત્રની સામે જ તડપી-તડપીને થયું મોત

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીનું ઓક્સિજન મશીન વોર્ડ બોયે હટાવી લીધું હતુ, જે કારણે ઓક્સિજનના અભાવે દર્દી તડપી-તડપીને પુત્રના સામે જ બેડ પર મોતને ભેટ્યા હતા. આ પહેલાં દર્દી ઓક્સિજન માસ્કને મોઢા સાથે દબાવતાં ઓક્સિજન લેવાનો પ્રયાસ કરતા રહ્યા હતા, પણ તેમને શું ખબર કે ત્યાં ઓક્સિજન આપનારું મશીન (સિલિન્ડર) જ નથી. જો તેઓ ઘૂંટણની વચ્ચે પોતાનું માથું ફસાવતા તો ક્યારેક તેઓ બેડ પર પોતાનું માથું પછાડતા રહ્યા. 9 કલાક સુધી ન તો કોઈ ડોકટર આવ્યા કે ન કોઈ સ્ટાફ. બાદમાં જ્યારે પુત્ર પહોંચ્યો ત્યારે તેણે તડપી રહેલા પિતાને આઈસીયુમાં લઈ જવાના પ્રયાસ કર્યા, પરંતુ ત્યાં સુધીના ઘણું મોડું થઈ ગયું હતું. આ સમગ્ર ઘટના કોવિડ વોર્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ઘટના બાદ પરિવારજનોએ હોબાળો અને આરોપો વચ્ચે હોસ્પિટલના ડિરેકટર ડો. કેબી વર્માએ કહ્યું હતું કે દર્દીનું ઓક્સિજન મશીન હટાવાયું ન હતું. તેમની હાલત ખરાબ હતી, એટલા માટે તેમણે બચાવી શકાયા ન હતા. પરિવારના લોકો ન માન્યા અને કોરોના વોર્ડના સીસીટીવી ફૂટેજ નીકાળવાની માગ પર અડગ રહ્યા હતા.

જ્યારે સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવ્યા ત્યારે પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટરને હટાવતાં વોર્ડ બોય દેખાયો હતો. આ પછી મેડિકલ કોલેજના ડીને દલીલ કરી હતી કે દર્દીને ઓક્સિજનની જરૂર ન હતી, તેથી નર્સના કહેવા પર વોર્ડ બોયે બીજા દર્દી માટે ઓક્સિજન કન્સન્ટ્રેટરને બહાર કાઢી લીધું હતું. હોસ્પિટલ મેનેજમેન્ટની આ બે જુદી જુદી દલીલોએ આ કેસને માત્ર શંકાસ્પદ બનાવ્યો જ નથી, પરંતુ જવાબદારીઓના હેતુઓ અંગે પણ સવાલ ઊભા કર્યા છે. જોકે બાદમાં મેડિકલ કોલેજના ડીન ડો.અક્ષય નિગમે આ સમગ્ર મામલાની તપાસ માટે એક ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે.

માનવતાને શર્મસાર, 9 કલાક ઓક્સિજન માટે તડપતા રહ્યા, કોઈને પણ દયા ન આવી

કોવિડ વોર્ડમાં દાખલ થયેલા શિક્ષક સુરેન્દ્ર શર્માનો પુત્ર મંગળવારે રાત્રે 11 વાગ્યે ઘરે ગયો હતો. એ પછી થોડા સમય પછી વોર્ડ બોયે બીજા દર્દી માટે પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટરને કાઢી લીધું હતું. આ પછી તેમની સ્થિતિ બગડવાનું શરૂ થયું. ફૂટેજ જોઈને ખબર પડે છે કે સુરેન્દ્ર શર્મા જ્યારે અસહ્ય પીડામાં હોય ત્યારે તે ઘૂંટણની વચ્ચે માથું ફસાવતા જોવા મળી રહ્યા છે અને કેટલીકવાર તેઓ માથું પટકતાં પણ જોવા મળે છે. ન તો ડોક્ટર આવ્યા કે ના અન્ય સ્ટાફ. સવારે આઠ વાગ્યે વોર્ડમાં આવેલા પુત્ર દીપક શર્માએ જણાવ્યું હતું કે પિતાની હાલત ગંભીર છે. પિતાએ સારવાર માટે વોર્ડના સ્ટાફ પાસે મદદ માગી હતી, પરંતુ કોઈએ મદદ કરી ન હતી. મોર્નિંગ ડ્યૂટી ડોક્ટર સાથે વાત કરી, ત્યારે પણ તેમણે ગંભીરતાથી લીધી નહીં. જ્યારે સ્ટ્રેચર ન મળ્યું તો પિતાને પીઠ પર લઈને આઈસીયુમાં લઈ જવાના પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન એક યુવકે આવીને પિતાના પગ પકડવાની મદદ કરી હતી. જોકે મોડું થઈ ગયું અને તેમનું મોત થયું.

બે દિવસ પહેલાં દાખલ થયા હતા

પિછોરના દુર્ગાપુરના રહેવાસી શિક્ષક સુરેન્દ્ર શર્માને બે દિવસ પહેલાં જ દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના આરોપ છે કે મંગળવારે રાત્રે 11 વાગ્યાથી બુધવારની સવાર સુધી ગંભીર હાલતમાં તડપતા રહ્યા હતા પણ દર્દીને જોવા ન તો કોઈ નર્સ આવી કે ન કોઈ ડોકટર.

સત્યને છુપાવી રહ્યા જવાબદાર

પરિવારજન – ઓક્સિજનને દૂર કરવાને કારણે દર્દીએ જીવ ગુમાવ્યાને કારણે હોસ્પિટલ મેનેજમેન્ટ પર આરોપ લગાવીને હોબાળો કર્યો.

મેડિકલ કોલેજના અધીક્ષક- ડો.બી.બી. શર્માએ જણાવ્યું હતું કે કોરોનાના દર્દી સુરેન્દ્ર શર્માનું ઓક્સિજન મશીન કાઢવામાં આવ્યું નથી. તેમની હાલત ખરાબ હતી, આથી તેમનું મોત નીપજ્યું હતું.

પરિવારજન- સીસીટીવી કેમેરામાં વોર્ડ બોય પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર નીકાળીને લઈ જઇ રહ્યા છે, જ્યારે હોસ્પિટલ મેનેજમેન્ટને કહેવામાં આવે છે કે આ જુઓ, તમારાં જુઠ્ઠાણાંનો પર્દાફાશ થયો છે.

ડીનનો જવાબ- દર્દી સુરેન્દ્ર શર્માને ઓક્સિજનની જરૂર ન હતી. એટલા માટે નર્સના કહેવા પર પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર વોર્ડ બોયે કાઢી લીધું હતું.

આ છે મોત માટે જવાબદાર

મંગળવાર-બુધવારે રાત્રે એસઆર ડોક્ટર રાહુલ અને જેઆર ડોક્ટર દીપ્તિ આઇસોલેશન વોર્ડમાં ફરજ પર હતાં. સ્ટાફની નર્સો ઉપરાંત વોર્ડમાં વોર્ડ બોય રવિ કરોસિયાની ડ્યૂટી હતી.

જો ભાજપના નેતાના મામા ન હોત તો ફૂટેજ પણ મળત નહીં

શિક્ષક સુરેન્દ્ર શર્મા ખરેખર ભાજપ રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય ધૈરવર્ધન શર્માના મામા હતા. ધૈરવર્ધન આ અંગે અધિકારીઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે વાત કરી હતી. ફરીથી સત્ય જાણવા સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવ્યા. લોકોનો દાવો છે કે જો ત્યાં સામાન્ય માણસ હોત તો પણ ફૂટેજ બહાર આવ્યા ન હોત.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો