ગેસના ભાવમાં તોતિંગ વધરો થતાં મોરબીમાં વોલ ટાઈલ્સ એકમો 1 મહિના માટે બંધ, 200 એકમો પ્રોડક્શન બંધ કરશે!

સિરામિક હબ મોરબીની માઠી દશા ચાલતી હોય તેવી સ્થિતિમાં રો -મટીરિયલ બાદ પાઇપલાઇન ગેસના ભાવમાં રૃપિયા પાંચ જેવો તોતિંગ વધારો ઝીકાતા ઉદ્યોગકારો હતપ્રભ બન્યા છે. આગામી એક માસ માટે તમામ વોલ ટાઇલ્સ કારખાના બંધ રાખવા નિર્ણય કરી માંગ અને પુરવઠાના નિયમ મુજબ પ્રોડક્શન કાપ મૂકવા નક્કી કર્યું છે. હાલ તુરંત ૧૨x૧૮ સાઈઝ બનાવતા ૨૦૦ એકમો પ્રોડક્શન બંધ કરશે અને આગામી સમયમાં તમામ વોલ ટાઇલ્સ એકમો પણ પોતાનું પ્રોડક્શન ઠપ કરી દેશે.

નેચરલ ગેસમાં થયેલા ભાવ વધારાને પગલે ગઈકાલે મોરબી સિરામિક એસોસિયેશનના વોલ ટાઇલ્સ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાના વડપણ હેઠળ અગત્યની બેઠક યોજાઇ હતી. પ્રવર્તમાન સ્થિતિ જોતા તાકીદે કઠોર નિર્ણય લઈ ૧૨ટ૧૮ની સાઈઝનું ઉત્પાદન કરતા વોલ ટાઇલ્સના તમામ યુનિટ એક મહિના માટે બંધ કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયોે છે.

એક મહિના બાદ ફરી નવી મૂવમેન્ટ આવશે અને ભાવ વધારો પણ કરવા ઉત્પાદકો વિચારી રહ્યાં છે. આવનાર દિવસોમાં અન્ય સાઈઝના વોલ ટાઇલ્સ યુનિટો પણ બંધ કરવા ટૂક સમયમાં બેઠક મળશે.

નોંધનીય છે કે, નેચરલ ગેસના ભાવ વધતા હાલમાં સિરામિક એકમો ઉપર મહિને દહાડે ૧૦૦ કરોડથી વધુનો બોજ આવ્યો છે. જે હાલમાં જ થયેલા રો મટીરિયલ, ડીઝલ અને ટ્રક ભાડામાં થયેલા ભાવ વધારા બાદ સહન કરવો ઉદ્યોગો માટે મુશ્કેલ બન્યો છે. આવનાર દિવસોમાં ગેસ કંપની સાથે એમજીઓ નહીં કરવા પણ સંકેત આપ્યા હતા.

વિટ્રિફઇડ ટાઈલ્સમાં પ્રતિ સ્કવેર ફૂટે રૃ.2થી 3નો ભાવ વધારો

મોરબી સિરામીક એસોસિએશનની આજે મહત્વપૂર્ણ બેઠકમાં વિટ્રિફઇડ ઔટાઇલ્સના તમામ સેગમેન્ટમાં વધારો કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હોવાનું એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જાહેર કર્યું છે.

આગામી ૧ સપ્ટેમ્બરથી અમલી બનવા જઈ રહેલા આ ભાવ વધારા અંતર્ગત વિવિધ વિટ્રિફાઇડ ઔટાઇલ્સના ભાવમાં પ્રતિ સ્કવેર ફૂટ રૃ.૨થી ૩નો ભાવ વધારો કરાયો છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો