રોજ માત્ર 30 મિનિટ વોક કરવાથી ગંભીર બીમારીઓ રહે છે દૂર

આ વાતમાં કોઈ જ બેમત નથી કે હેલ્ધી અને બીમારીઓથી દૂર રહેવા માટે નિષ્ક્રિય અને ગતિહીન જીવનશૈલીને અલવિદા કહીને એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવવી જરૂરી છે. અમેરિકન જર્નલ ઓફ પ્રિવેંટિન મેડિસિનમાં પ્રકાશિત સ્ટડી મુજબ માત્ર આ 1 જ ચેન્જથી તમે હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચી શકો છો.

એક્ટિવ લાઈફસ્ટાઈલથી તણાવ રહે છે દૂર

એક્સરસાઈઝની મદદથી તમે ન માત્ર વજન ઘટાડી શકો પણ મસલ્સ પણ બનાવી શકો છો, હાડકાઓ અને જોઈન્ટ્સ પણ મજબૂત બની શકે છે અને ફિઝિકલ હેલ્થ પણ સારી બને છે. સાથે જ એક્સરસાઈઝ કરવાથી બેચેની, તણાવ અને ડિપ્રેશનમાં પણ ફાયદો થાય છે.

રોજ 30-40 મિનિટ વોક કરવાથી ડાયાબિટીસનો ખતરો 29 ટકા સુધી ઘટી જાય છે.

ચાલવાના ફાયદા

બ્રેન સ્ટ્રોક- સપ્તાહમાં 2 કલાક વોક કરવાથી બ્રેન સ્ટ્રોકનો ખતરો 30 ટકા સુધી ઘટી જાય છે.

હાર્ટ-રોજ 30-60 મિનિટ વોક કરવાથી હાર્ટ એટેકનો ખતરો ઘણી હદ સુધી ઓછો થઈ જાય છે.

ડાયાબિટીસ-રોજ 30-40 મિનિટ વોક કરવાથી ડાયાબિટીસનો ખતરો 29 ટકા સુધી ઘટી જાય છે.

ડિપ્રેશન-દિવસમાં 30 મિનિટ વોક કરવાથી ડિપ્રેશનનો ખતરો 36 ટકા સુધી ઘટી જાય છે.

સ્થૂળતા-રોજ ઓછામાં ઓછું 1 કલાક ચાલવાથી સ્થૂળતાનો ખતરો 50 ટકા ટકા સુધી ઘટી જાય છે.

હાડકાંઓ- સપ્તાહમાં 4 કલાક વોક કરવાથી હિપ ફ્રેક્ચરનો ખતરો 43 ટકા સુધી ઘટી જાય છે.

યાદશક્તિ- સપ્તાહમાં જો 3 વાર 40-40 મિનિટ વોક કરવામાં આવે તો મેમરી તેજ થાય છે.

ઉંમર-સપ્તાહમાં 75 મિનિટ વોક કરવાથી જીવનના 2 વર્ષ વધી શકે છે.

22 મિનિટની વોકથી મોતનો ખતરો 20 ટકા સુધી ઘટે છે

એક્ટિવ લાઈફસ્ટાઈલ માટે જિમમાં જઈને પરસેવો પાડવાની જરૂર નથી. એક નવી સ્ટડીમાં ખુલાસો થયો છે કે રોજ માત્ર 22 મિનિટ વોક કરીને તમે સ્વાસ્થ્યમાં ઘણાં સુધાર કરી શકો છો. અમેરિકન જર્નલ ઓફ પ્રિવેંટિન મેડિસિનમાં પ્રકાશિત આ સ્ટડીના પરિણામ મુજબ એવા લોકો જે રોજ 30 મિનિટ વોક કરે છે તેમને મોતનો ખતરો જે લોકોની લાઈફસ્ટાઈલ ઈનેક્ટિવ છે તેમના કરતાં 20 ટકા સુધી ઘટે છે

એકદમ સરળ અને પરફેક્ટ એક્સરાઈઝ છે વોકિંગ

આ સ્ટડીને પૂર્ણ થવામાં લગભગ 13 વર્ષનો સમય લાગ્યો. સ્ટડીના ઓથરે નિષ્કર્ષમાં લખ્યું કે, ‘વોકિંગ એક પરફેક્ટ એક્સરસાઈઝ છે, કારણ કે આ એક સિમ્પલ એક્શન છે જે સંપૂર્ણ રીતે ફ્રી છે. એકદમ સરળ અને તેના માટે કોઈપણ પ્રકારના ઉપકરણ, સામાન કે ટ્રેનિંગની જરૂર પડતી નથી અને તેને કોઈપણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે.’

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો