જૂનાગઢના વડાલમાં કાર શીખતા સમયે ભૂલથી રેસ આપતા કાર 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી, સગા સાળા-બનેવીનું ડૂબી જતા મોત

જૂનાગઢ (Junagadh) જિલ્લાના વડાલ ગામમાં (vadal village) એક કરુણ ઘટના (Tragic incident) બનવા પામી હતી. વડાલ ગામમાં વાડીએ કાર શીખવતા કાર વાડીમાં આવેલા 80 ફૂડ ઊંડા કૂવામાં (car fell into the well) ખાબકી હતી. પાણી ભરેલા કૂવામાં કાર સાથે સાળા બનેવી પણ ડૂબી ગયા હતા. આમ ડૂબ જતાં સગા સાળા બનેવીનું કરુણ મોત (drowning his brother-in-law) નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચીને ક્રેઈનની મદદથી કાર સહિત સાળા બનેવીને બહાર કાઢ્યા હતા. સગા સાળા બનેવીના મોતના પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી. અને પરિવારમાં માતમ છવાયો હતો.

બનાવની વીગત પ્રમાણે જેતપુર રહેતા વિપુલ ડોબરીયા પોતાના પરિવાર સાથે જૂનાગઢના વડાલમા રહેતા તેના બનેવી ચેતન દોમાંડીયાને ત્યાં આવ્યા હતા. વિપુલે તેમના પરિવારને પોતાના બનેવીને ત્યાં મુકી બનેલીની વાડીએ ગયો હતો. ત્યારે વિપુલના બનેવી ચેતન દોમડીયાને કાર શીખવા ની તાલાવેલી હતી.

વિપુલ કાર લઈને વાડીએ પહોચ્યો ત્યારે ચેતન કારમા સવાર થઈ ગયો હતો અને કાર આવડતી ના હોય છતા કાર ચલાવવાની કોશિશ કરતા તેના સાળાએ તેને રોક્યો હતો અને પોતે પણ કારમાં બેસી ગયો હતો અને પોતાના બનેવીને કાર શીખવે તે પહેલા ચેતન દોમડીયાથી ભૂલથી લીવર પર પગ દઈ દેતા કાર ફુલ સ્પીડમા દોડતી થઇ અને કારથી 20 ફુટ દૂર ઉંડા કૂવામાં ખાબકી હતી. 80 ફુટ ઉંડા કૂવામાં પાણી હોવાથી સગા સાળા બનેવીના ડૂબી જતા કરૂણ મોત થયા હતા.

વાડીએ હાજર રહેલા લોકોએ બન્નેને કૂવામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ કાર કૂવામા ફસાઈ ગઈ હતી. બાદ મા જૂનાગઢ કોર્પોરેશનની ફાયર ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

ફાયરની ટીમે બે કલાકની જહેમત બાદ સાળા બનેવીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. એક સાથે સાળા બનેવી ના મોત થતા બન્ને પરિવાર મા શોકનું મોજુ ફરી વળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો